2024માં Pakistaniઓએ ભારત વિશે સર્ચ કરી એવી એવી વાતો કે…
2024ના વર્ષના હવે ગણતરીના દિવસો બાકી છે અને એ સાથે જ 2025નું વર્ષ શરૂ થઈ જશે. દરમિયાન લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલ દ્વારા 2024માં લોકોએ સૌથી વધુ શું-શું સર્ચ કર્યું એ વિશેના રિપોર્ટ બહાર પાડવામાં આવી રહ્યા છે. આવો જ એક રિપોર્ટ હાલમાં બહાર પાડવામાં આવ્યો છે જેમાં ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં વર્ષ 2024માં લોકોએ શું શું સર્ચ કર્યું છે એ વિશેની માહિતી આપવામાં આવી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનમાં 2024માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા વિષયોમાં ક્રિકેટ ટોચ પર છે અને ક્રિકેટમાં પણ T20 વર્લ્ડ કપને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું હતું. ક્રિકેટ અને ટી20 વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન વર્સીસ ઈંગ્લેન્ડ, પાકિસ્તાન વર્સીસ બાંગ્લાદેશ, પાકિસ્તાન વર્સીસ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વર્સીસ ભારત વિશે વધુ સર્ચ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Train ના દરવાજા પર લટકીને Reel બનાવી રહી હતી યુવતી અને પછી થયું કંઈક એવું કે…
ક્રિકેટ સિવાય 2024માં પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરાયેલા લોકોમાં ભારતીય ફિલ્મ નિર્દેશક સાજિદ ખાનનો પણ સમાવેશ થાય છે અને આ યાદીમાં સાજિદ ખાન સિવાય અબ્બાસ અત્તાર, અટેલ અદનાન, અરશદ નદીમ, સના જાવેદનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો સૌથી વધુ પ્રમાણમાં જોવામાં આવે છે અને 2024માં પણ સૌથી વધુ ભારતીય ફિલ્મો વિશે સર્ચ કરવામાં આવ્યું છે. વર્ષ 2024માં પણ ભારતીય ફિલ્મોને સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી અને એમાં હીરામંડી ટોપ પર છે. હીરામંડી સિવાય ફિલ્મ 12મી ફેલ, એનિમલ, મિર્ઝાપૂર સિઝન 3 અને સ્ત્રી ટુ જેવી ફિલ્મો વિશે પણ પાકિસ્તાનીઓને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Allu Arujn ને જામીન અપાવવામાં Shahrukh Khan નો છે હાથ? જાણો શું છે કનેક્શન…
આ લિસ્ટમાં રસપ્રદ માહિતી તો હવે આવી રહી છે. ફિલ્મો, ક્રિકેટર અને સેલિબ્રિટીઓ સિવાય પાકિસ્તાનીઓએ 2024માં રેસિપી પણ સૌથી સર્ચ કરવામાં આવી હતી. પરંતુ આ યાદીમાં પણ કેળાની બ્રેડ સેન્ડવિચ વિશેની રેસિપી સર્ચ કરી હતી. આ યાદીમાં માલપુઆ, ગાર્લિક બ્રેડ રેસિપી, ગાર્લિક બ્રેડ રેસિપી, ચોકલેટ ચિપ કૂકી રેસિપી અને તવા કલેજીની રેસિપી વિશે પણ સર્ચ કરવામાં પાકિસ્તાનીઓ અવ્વલ હતા.
ટેક્નોલોજીમાં પણ પાકિસ્તાનના લોકોએ ગૂગલ પર ઘણી બ્રાન્ડ સર્ચ કરી છે. ટેકનોલોજીમાં ગૂગલ પર ચેટ જીપીટી લોગીન વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું હતું અને આ સિવાય પણ વિવિધ ટેક્નોલોજી વિશેની માહિતી પણ પાકિસ્તાનીઓએ સર્ચ કરી હતી.