મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

રાજ કપૂરના પરિવારમાં છે 26 સદસ્ય, શું તમે બધાને જાણો છો?

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કપૂર પરિવારનું નામ ઘણા આદર અને માનસન્માનથી લેવામાં આવે છે. આ પરિવારે બોલિવૂડને સફળ નિર્માતા, નિર્દેશક અને અભિનેતા આપ્યા છે. રાજકપૂર, શમ્મી કપૂર, રિશી કપૂર, રણબીર કપૂર જેવા અભિનેતાઓના નામ હંમેશા લોકોના હોંઠ પર રમતા હોય છે. હિન્દી સિનેમાને સફળ બનાવવામાં કપૂર પરિવારનો ફાળો ઘણો મોટો છે.

બોલિવૂડના ગ્રેટેસ્ટ શોમેન તરીકે જાણીતા રાજ કપૂરને ઘણી સફળતા મળી છે. આજે દિવંગત નિર્માતા, નિર્દેશક અને અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. કપૂર પરિવારે આ ખાસ પ્રસંગે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. 13 થી 15 ડિસેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં દેશભરના 135 થિયેટરોમાં રાજ કપૂરની પ્રખ્યાત ફિલ્મો બતાવવામાં આવશે.

જોકે, જ્યારે કપૂર પરિવારની વાત આવે ત્યારે બધાના મનમાં અને ખાસ કરીને આજના યુવાનોમાં એવી દ્વિધા હોય છે કે કપૂર ખાનદાનમાં કેટલા લોકો છે, તેમના નામ શું વગેરે વગેરે…. ચાલો આજે આપણે કપૂર ખાનદાન વિશે જાણીએ.
પૃથ્વી રાજ કપૂરના ત્રણ દીકરા હતા. સૌથી મોટા રાજ કપૂર, પછી શમ્મી કપૂર અને સૌથી નાના શશી કપૂર. પૃથ્વી રાજ કપૂર ખુદ તેમના જમાનાના જાણીતા અભિનેતા હતા.

રાજ કપૂરે અભિનય, દિગ્દર્શન અને નિર્માણ ક્ષેત્રે સફળતા મેળવી. આવારા, મેરા નામ જોકર જેવી તેમની ફિલ્મો આજે પણ સિનેમા પ્રેમીઓમાં જાણીતી છે. રાજ કપૂરે કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ દીકરા અને બે દીકરી થયા. તેમના દીકરા એટલે રણધીર કપૂર, રિશી કપૂર અને રાજીવ કપૂર. તેમની દીકરીઓના નામ રિતુ કપૂર અને રિમા કપૂર છે.

રણધીર કપૂરે પણ ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમણે અભિનેત્રી બબીતા સાથે લગ્ન કર્યા. તેમને બે દીકરી છએ કરિશ્મા કપૂર અને કરિના કપૂર.રણધીર કપૂરની બંને દીકરીઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવ્યું અને સફળતા પણ મેળવી.
રિશી કપૂરે અભિનેત્રી નીતુ સિંહ સાથે મેરેજ કર્યા. તેમને એક દીકરો રણબીર કપૂર અને દીકરી રિદ્ધિમા કપૂર છે. રણબીર કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તેણે અભિનેત્રી આલિયા ભટ્ટસાથએ મેરેજ કર્યા છે. રિદ્ધિમા કપૂર ફિલ્મ ક્ષેત્રે સક્રિય નથી.

આ પણ વાંચો…મસ્તરામની મસ્તી : ના, હું તો ગાઈશ જ…

રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરે પણ બોલિવૂડમાં નસીબ અજમાવ્યું હતું, પણ તેમને ખાસ સફળતા મળી નહોતી. તેમણે આરતી સભરવાલ સાથે મેરેજ કર્યા હતા, પણ આ સંબંધ બહુ લાંબો ટક્યો નહોતો અને બંને છૂટા થઇ ગયા હતા. તેમને કોઇ સંતાન નથી.

રાજ કપૂરની દીકરી રીમા કપૂરે ઉદ્યોગપતિ મનોજ જૈન સાથે લગ્ન કર્યા. લગ્ન પછી તેમને બે પુત્રો થયા, અરમાન જૈન અને આધાર જૈન. અરમાન અને આધાર બંને જણ ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલા છે.

રાજ કપૂરની સૌથી નાની દીકરી રિતુ કપૂરે પણ બિઝનેસમેન રઝાન નંદા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો નિખિલ નંદા અને દીકરી નતાશા નંદા છે. નિખિલ નંદાએ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે લગ્ન કર્યા છે. તેમને એક દીકરો અને એક દીકરી છે. પુત્રીનું નામ નવ્યા નવેલી નંદા અને પુત્રનું નામ અગસ્ત્ય નંદા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button