તારી માસુમિયત ઝૂંટવી લેવાશે અહીં… Aishwarya Rai-Bachchan ને આવું કોણે કહ્યું?
બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. ઐશ્વર્યા પર્સનલ લાઈફમાં તો એક ઉમદા વ્યક્તિત્વની માલિક છે જ પણ એની સાથે સાથે જ તેની ગણતરી એક સારી એક્ટ્રેસ તરીકે પણ કરવામાં આવે છે. જોકે, ખૂબ જ ઓછા લોકોને એ વાતની જાણ છે કે એક્ટિંગની દુનિયામાં પગ મૂકતાં પહેલાં તે એક સફળ મોડેલ હતી અને તે મિસ વર્લ્ડ પણ રહી ચૂકી છે. પરંતું ઐશ્વર્યાને વર્ષો પહેલાં જ એક અભિનેતાએ તેને સલાહ આપી હતી કે આ લોકો તારી માસુમિયત ઝૂંટવી લેશે. ચાલો જાણીએ કે કોણ છે આ અભિનેતા અને શા માટે તેણે આવ્યું કહ્યું-
આ પણ વાંચો : લગ્નના છ જ દિવસમાં નવી નવેલી દુલ્હન બનેલી એક્ટ્રેસે બદલ્યો રંગ…
વાત જાણે એમ છે કે આ અભિનેતા બીજું કોઈ નહીં પણ આપણા સૌના લાડકા સંજુબાબા ઉર્ફે સંજય દત્ત (Sanjay Dutt) હતા. ઐશ્વર્યા અને સંજય દત્તની પહેલી મુલાકાત એક મેગેઝીન ફોટોશૂટ દરમિયાન થઈ હતી. એ સમયે ઐશ્વર્યા એક મોડેલ હતી, પરંતુ ઐશ્વર્યાની સુંદરતા જોઈને સંજુબાબા તેના વખાણ કરવાનું ચૂક્યા નહોતા.
એક જૂના ઈન્ટરવ્યુમાં સંજુબાબાએ ઐશ્વર્યા અને પોતાની પહેલી મુલાકાત વિશે વાત કરી હતી. મેં ઐશ્વર્યાને જોતા જ કહ્યું કે આ સુંદર છોકરી કોણ છે? હું એને પહેલી વખત મળ્યો ત્યારે મેં એને સલાહ આપી હતી કે તું તારા મોડેલિંગના કરિયરમાં જ આગળ વધ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર જ રહે. ઐશ્વર્યાની માસુમિયતે સંજુબાબાનું દિલ જિતી લીધું હતું અને મેં તેને વોર્નિંગ આપી હતી કે તું આ ગ્લેમરસ ફિલ્મી દુનિયાની દૂર જ રહેજે. આ લોકો તારી માસુમિયત ઝૂંટવી લેશે.
આ પણ વાંચો : આખો કપૂર ખાનદાન કેમ PM Narendra Modi ને મળવા પહોંચ્યો?
એટલું જ નહીં પણ સંજુબાબાએ ઐશ્વર્યાને એવું પણ જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીના પડકારોનો સામનો કરતાં કરતાં એનો ચાર્મ ફિક્કો પડી જશે. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો ઐશ્વર્યાએ પણ સંજુબાબાની વાત સહેમતી દર્શાવી હતી, પરંતુ બાદમાં આખરે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો અને પોતાનો ચાર્મ અને ઈનોસન્સને બરકરાર રાખતા એક ઉમદા અદાકારા બનીને ઊંચાઈ પર પહોંચી હતી.