નેશનલમનોરંજન

આ હતા 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલા મૂવીઝ

મુંબઇઃ ગૂગલે વર્ષ 2024માં સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મો અને ટીવી શોની યાદી બહાર પાડી છે. જોકે, આ બધી મુવીઝ ભારે ભરખમ મેગા બજેટમાં બનેલી નહોતી, પણ તેના કંન્ટેન્ટ એવા મસ્ત હતા કે લોકો તેને ગુગલ પર સર્ચ કરવા મજબૂર થઇ ગયા હતા. આના પરથી એક વાત તો સાબિત થઇ ગઇ છે કે દર્શકોને રિઝવવા માટે મોટા મોટા બજેટ, વિદેશી લોકેશન, ભારે ભરખમ ફી લેતા મોટા મોટા સ્ટાર્સ નહીં પણ યોગ્ય કન્ટેન્ટ જરૂરી છે. ચાલો આપણે એ ફિલ્મોના નામ જાણીએ જેણે આ વર્ષે લોકોના દિલો પર રાજ કર્યું.

વર્ષ 2024 સમાપ્ત થવા જઈ રહ્યું છે ત્યારે મંગળવારે ગૂગલે ફિલ્મો અને ટીવી શો અંગેની તેની વાર્ષિક સૂચિ જાહેર કરી છે, જેમાં દેશનો મૂડ કેવો હતો અને સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું હતું તે જણાવવામાં આવ્યું છે.


Also read: પુષ્પા-2ના વાઇલ્ડ ફાયરે બૉક્સ ઑફિસ પર લગાવી દીધી આગ, છ દિવસમાં 1000 કરોડની કલબમાં સામેલ


1. મનોરંજન જગતની વાત કરીએ તો રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી-2’ સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મો અને ટીવી શોમાં બાજી મારી લીધી છે. તેને આ યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે.


2. સાઉથના સુપરસ્ટાર અભિનેતા પ્રભાસ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ને આ યાદીમાં બીજું સ્થાન મળ્યું છે.


3. વિક્રાંત મેસીની ઓછા બજેટની ફિલ્મ ’12મી ફેલ’ને યાદીમાં ત્રીજું સ્થાન મળ્યું છે


4. હળવા બજેટની મસ્ત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને યાદીમાં ચોથું સ્થાન મળ્યું છે.


5. ‘હનુમાન’ લિસ્ટમાં 5માં નંબર પર રહી


6. વિજય સેતુપતિની ફિલ્મ ‘મહારાજા’ 6ઠ્ઠા નંબર પર રહી.


7. આ લિસ્ટમાં સાઉથની ફિલ્મ ‘મંજુમેલ બોયઝ’ 7માં નંબર પર આવી છે.


8. એજ સમયે થલાપતિ વિજયની ફિલ્મ ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ્સ’ (G.O.A.T)8માં નંબર પર રહી


9. પ્રભાસની બહુચર્ચિત ફિલ્મ ‘સલાર’ 9માં નંબર પર રહી.


10. આ યાદીમાં ‘આવેશમ’ને 10મું સ્થાન મળ્યું છે.


ફિલ્મો પછી, જો આપણે OTT અને ટીવી શો વિશે વાત કરીએ, તો સંજય લીલા ભણસાલીનો ‘હીરામંડી’ સૌથી વધુ સર્ચ થયેલા શોમાં ટોચ પર છે. આ સાથે ‘મિર્ઝાપુર’ અને ‘લાસ્ટ ઓફ અસ’ નંબર 2 અને નંબર 3 પર રાજ કરી રહ્યાં છે. સલમાન ખાને હોસ્ટ કરેલો રિયાલિટી શો ‘બિગ બોસ 17’ પણ આ યાદીમાં ચોથા સ્થાને આવી ગયો છે. એમેઝોન પ્રાઈમનો વાઈરલ શો ‘પંચાયત’ યાદીમાં 5માં નંબર પર રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button