Jaya Bachchanએ પૌત્રી Aaradhya Bachchan માટે કહી એવી વાત કે સાંભળીને Aishwarya તો…
બોલીવૂડના પાવરકપલ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) ડિવોર્સની વાતોને કારણે ચર્ચામાં છે, પરંતુ આ બધા વચ્ચે હાલમાં જ ઐશ્વર્યા અને અભિષેક બંને જણ લાંબા સમય બાદ એક સાથે ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. જ્યાં આરાધ્યા બચ્ચન અને વૃંદા રાય પણ પહોંચ્યા હતા. કપલ વચ્ચે ભલે બધું ઠીક છે એવું લાગી રહ્યું છે, પરંતુ એક વાત તો ચોક્કસ છે કે જયા બચ્ચન (Jaya Bachchan) અને ઐશ્વર્યા રાય વચ્ચે મતભેદ તો છે. જ્યારે અભિષેક અને ઐશ્વર્યાના ડિવોર્સની અફવાઓ નહોતી ઉડી રહી ત્યારે જયા બચ્ચને વહુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યાને લઈને એક એવી વાત જણાવી હતી કે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો. ચાલો જોઈએ જયા બચ્ચને શું કહ્યું-
નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)ના પોડકાસ્ટમાં જયા બચ્ચન પોતાની દીકરી શ્વેતા સાથે પહોંચ્યા હતા પરંતુ દર્શકો ઐશ્વર્યા રાયને પણ આ પોડકાસ્ટમાં સામેલ થાય એવું ઈચ્છી રહ્યા હતા. પણ એવું થયું નહીં. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમયે પણ બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા વચ્ચેનો મતભેદ ઉડીને આંખે વળગ્યો હતો. ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સની અફવાઓ ઉડવા લાગી એની પહેલાં જ જયા બચ્ચને વહુ ઐશ્વર્યાને ચિડવતા આરાધ્યાને લઈને એવું નિવેદન આપ્યું હતું જેની ચારો તરફ ચર્ચા થઈ રહી છે.
જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન કોઈ પણ ગ્રાન્ડપેરેન્ટ્સની જેમ જ પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રન્સને પ્રેમ કરે છે. તેઓ આરાધ્યા, નવ્યા નવેલી નંદા અને અગત્સ્ય માટે ખૂબ જ પ્રેમ વરસાવતા રહે છે. જયા બચ્ચને ઐશ્વર્યાને એક બેસ્ટ મધર ગણાવી હતી અને તેમણે આરાધ્યાને એક ફળના નામથી બોલાવી હતી. જયા બચ્ચને જણાવ્યું હતું કે તેઓ આરાધ્યાને સ્ટ્રોબેરી કહીને બોલાવે છે.
આ પણ વાંચો :મેરિડ લાઈફને લઈને આ શું કહ્યું Aishwarya Rai-Bachchanએ?
જયા બચ્ચને આગળ એવું પણ જણાવ્યું હતું કે આરાધ્યાના ફીચર્સ ઐશ્વર્યા અને અભિષેક સાથે ખૂબ જ મળતા આવે છે. હું હંમેશા ઐશ્વર્યાને ચિડાવવા માટે કહેતી હતી કે આરાધ્યા ખૂબ જ લકી છે કે તેની પાસે એક એની નર્સ છે જે મિસ વર્લ્ડ પણ છે. પરંતુ એક વાત તો છે કે ઐશ્વર્યા એક બેસ્ટ મધર છે અને તે દીકરીના ઉછેર માટે કોઈ પણ હાઉસ હેલ્પની મદદ પર નિર્ભર નથી રાખતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવારમાં કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સની અફવાઓ ઉડી રહી છે. જોકે, બચ્ચન પરિવાર કે ઐશ્વર્યા કે અભિષેક બંનેમાંથી આ બાબતે કોઈએ કંઈ ખૂલીને કહેવાનું પસંદ નથી કર્યું.