આ જ કારણે સુપરમાર્કેટમાં નથી હોતી વિન્ડો…
આપણે બધા જ ઘરની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે સુપરમાર્કેટ કે પછી ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરીએ છીએ, પણ તમે ક્યારે નોંધ્યુ છે કે સુપરમાર્કેટમાં એક પણ વિન્ડો નથી હોતી? કે પછી ક્યારેય એવો સવાલ થયો છે કે આખરે એવું કે શું કારણ છે કે અહીં એક પણ બારી નથી રાખવામાં આવlતી? ડોન્ટ વરી આજે અમે અહીં તમારા આ સવાલનો જવાબ લઈને આવ્યા છીએ.
આજકાલ શહેરી વિસ્તારોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી, તમને નાની મોટી દરેક પ્રકારની સુપરમાર્કેટ જોવા મળશે જ અને આપણામાંથી ઘણા લોકો ઇન્વેન્ટરી સાથે સ્ટોર પર જવાને બદલે એક જ વખત સુપરમાર્કેટમાં જવાનું અને વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે. જો તમે સુપરમાર્કેટનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હશે તો ચોક્કસ જ તમારા ધ્યાનમાં એક વાત તો આવી હશે કે સુપરમાર્કેટમાં કોઈ દિવસ વિન્ડો નથી હોતી. પરંતુ એવું તે શું કારણ છે કે આખરે શા માટે સુપરમાર્કેટમાં બારીઓ નથી? ચાલો આજે જાણીએ આ પાછળનું કારણ.
સુપર માર્કેટમાં બારીઓ નથી હોતી અને એને કારણે આપણને બહારની કોઈ પણ હિલચાલ વિશે માહિતી નથી મળતી. બહાર વરસાદ પડી રહ્યો છે કે પછી મોડી સાંજ થઈ ગઈ છે. પરિણામે ગ્રાહકો ઘરે જવાની ઉતાવળ કરવાને બદલે ખરીદી કરવામાં વધુ સમય પસાર કરે છે. સુપરમાર્કેટમાં આવતા ગ્રાહકોની આ જ માનસિકતાને ધ્યાનમાં રાખીને સુપરમાર્કેટની બાંધણી માટે આ માળખું નક્કી કરવામાં આવ્યું છે.
સુપરમાર્કેટમાં ગયા પછી, આપણે લાંબો સમય ત્યાં પસાર કરીએ છીએ અને એનું એક કારણ એ પણ છે કે ત્યાં એક પણ બારીઓ નથી હોતી. જેને કારણે આપણે બહારની દુનિયાથી સંપૂર્ણપણે ડિસકનેક્ટ થઇ જઇએ છીએ. આ જ સુપરમાર્કેટમાં વિન્ડો ન હોવાનું સૌથી મુખ્ય કારણ છે અને ગ્રાહકો ખરીદી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ ઉપરાંત પણ અહીં વિન્ડો ન હોવાનું બીજું એક કારણ એવું પણ છે કે સુપર માર્કેટમાં કેટલીક વસ્તુઓ કે ખોરાક હોય છે કે જે સીધા સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે તો બગડી શકે છે. જો સુપરમાર્કેટમાં બારીઓ હોય, તો તેમાંથી સૂર્યપ્રકાશ આવે જેથી તે વસ્તુઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.