મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

દેસી લૂકમાં આ રીતે છવાઈ બચ્ચન પરિવારની સદસ્ય, Aishwarya Rai-Bachchan ને આપી ટક્કર…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે સતત ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના અણબનાવના સમાચાર વચ્ચે હાલમાં જ કપલને એક લગ્નમાં સાથે જોઈને ફેન્સની ખુશીનો પાર નથી રહ્યો. પતિ અભિષેક બચ્ચન સાથેના ફોટો બાદ હવે ઐશ્વર્યાના દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) સાથેના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં દીકરી આરાધ્યા મમ્મી ઐશ્વર્યાને સુંદરતા અને ફેશનના મામલામાં ટક્કર આપતી જોવા મળે છે.

Credit : Instagram

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં ઐશ્વર્યાએ પીચ કલરના સૂટમાં જોવા મળી રહી છે અને બોલ્ડ ડાર્ક શેડ લિપસ્ટિક અને આઈલાઈનર સાથે તેણે પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે. ઓપન હેરમાં ઐશ્વર્યા સુપર ગોર્જિયસ લાગી રહી છે. પરંતુ લાઈમલાઈટ તો તેની દીકરી આરાધ્યા બચ્ચને લૂંટી લીધી હતી.

આ પણ વાંચો : Aishwarya Rai-Bachchan સાથેના સંબંધો પર આ શું બોલી ભાભી શ્રીમા રાય?

આરાધ્યાએ ક્રીમ કલરના સૂટમાં એકદમ ગોર્જિયસ લાગી રહી છે. આરાધ્યાએ હેવી વર્કવાળો સૂટ પહેર્યો છે અને તેણે પોતાના સૂટ સાથે મેચિંગ પોટલી બેગ પણ કેરી કરી હતી. આરાધ્યાએ પોતાના ટ્રેડિશનલ અટાયર સાથે લાઈટ ગ્લોઈંગ મેકઅપ કર્યો હતો અને ગ્લોસી મેકઅપ પણ કર્યો હતો. સાઈડ પાર્ટેટ હેરમાં તેણે સોફ્ટ હેર કર્લ્સ કર્યા હતા.

આરાધ્યાના ટ્રેડિશનલ અવતારના ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ આરાધ્યાની સુંદરતા અને લૂકના વખાણ કરતાં નથી થાકી રહ્યા. ઐશ્વર્યાએ આરાધ્યાની સાતે સાથે પોતાની માતા વૃંદા રાય સાથે પણ પોઝ આપ્યા હતા. 6ણેયને એક જ ફ્રેમમાં જોવા એ એક ટ્રીટ સમાન હતું. તમે પણ આરાધ્યાનો આ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button