આમચી મુંબઈમહારાષ્ટ્ર

અંબરનાથની શાળામાં ત્રણ વિદ્યાર્થીનું જાતીય શોષણ: શિક્ષકની ધરપકડ…

મુંબઈ: અંબરનાથની ખાનગી શાળામાં શિક્ષણ દ્વારા શરમજનક કૃત્ય કરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્રણ વિદ્યાર્થીનું કથિત જાતીય શોષણ કરનારા શિક્ષકે વીડિયો રેકોર્ડિંગ પણ કરી લીધું હતું અને એ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : પેમેન્ટ્સ બેન્કની ફ્રેન્ચાઇઝી અપાવવાના બહાને દંપતી સાથે 80 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો…

અંબરનાથ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ઘટના અંબરનાથ પશ્ર્ચિમમાં વાંદ્રાપાડા સ્થિત એક શાળામાં બની હતી. આ શાળા કેન્દ્ર સરકારની શિક્ષણ સંબંધી ઝુંબેશ હેઠળ ગરીબ બાળકોને શિક્ષણની સુવિધા મળે તે માટે સામાજિક સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી.

શાળાના શિક્ષક જેમ્સ શેરાવ છેલ્લા કેટલાક મહિનાથી સાતથી 14 વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી શાળાના ક્લાસરૂમમાં જ માલિશ કરાવતો હોવાનો આક્ષેપ કરાયો હતો. પહેરેલાં કપડાં કાઢીને શિક્ષક વિદ્યાર્થીઓને તેલ-માલિશ કરવાનું કહેતો હતો. વળી, મોબાઈલ ફોનની મદદથી માલિશ કરતી વખતેનો વીડિયો પણ બનાવ્યો હતો.

કહેવાય છે કે અમુક વિદ્યાર્થીએ શાળામાં આવવાનું બંધ કરતાં શાળા દ્વારા તપાસ કરવામાં આવી હતી. બાદમાં વિદ્યાર્થીઓને વિશ્ર્વાસમાં લઈ પૂછપરછ કરવામાં આવતાં શિક્ષકની કરતૂત સામે આવી હતી. શિક્ષકના મોબાઈલ ફોનમાંથી સંબંધિત વીડિયો પોલીસને મળ્યો હતો.

આ પણ વાંચો : કોમેડિયન સુનીલ પાલના અપહરણનાચાર દિવસ પછી એફઆઈઆર નોંધાયો…

આ પ્રકરણે શુક્રવારે અંબરનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી. કોર્ટે તેને 10 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button