આપણું ગુજરાત

ડ્રોન શૉ અંડર વોટર ડાન્સનું પર્ફોર્મન્સ અને ઘણું બધુંઃ તૈયાર થઈ જાઓ અમદાવાદના આ કાર્નિવલ માટે

અમદાવાદઃ નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનો પર્યટકોના પ્રિય મહિનાઓ હોય છે અને ધોમધખતા અમદાવાદીઓ માટે પણ રાહતની ઋતુ ગણાઈ છે. જોકે હજુ ડિસેમ્બર જેવી ઠંડી પડી રહી નથી, પરંતુ અલગ અલગ મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે. કચ્છના રણોત્સવ બાદ હવે અમદાવાદના કાંકરિયા કાર્નિવલની તૈયારીઓમાં અમદાવાદ મહાનગરપાલિકા લાગી ગઈ છે. આ કાર્નિવલમાં અમુક આકર્ષણો છે, જે પહેલીવાર મુલાકાતીઓ માણશે.

આ થીમ છે કાર્નિવલની

શહેરમાં ક્રિસમસ અને ન્યૂયર પર દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. 25મી ડિસેમ્બરના રોજ સાંજે મુખ્યપ્રધાન દ્વારા કાર્નિવલ 2024 ખુલ્લો મુકવામાં આવશે, ત્યારે વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ પરેડનું પણ સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે.


Also read:ગુજરાતમાં ખેલ મહાકુંભનું આજથી રજીસ્ટ્રેશન શરૂઃ 32 ઓલમ્પિક સ્પોર્ટસ યોજાશે 


ચાલુ વર્ષે સૌ પ્રથમ વખત ડ્રોન શો, અંડર વોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શૉ એલે કે આગ સાથે થતાં ખેલ પણ દર્શાવવામાં આવશે. કાર્નિવલમાં મનપા સ્કુંલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા 1,000 જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે એક સાથે કેન્ડી કે ચોકલેટ ખાશે અને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાશે.

આ રીતે થશે વિવિધ કાર્યક્રમોનું આયોજન

આ અંગે પાલિકાએ આપેલી જાણકારી અનુસાર 3.5 કરોડના ખર્ચે થવાની સંભાવના છે. જેમાં સાત દિવસ દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો પણ યોજાશે. સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધીના કાર્યક્રમોમાં બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને વિવિધ શો પણ યોજાશે.


Also read: અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં થયું રેકોર્ડ વેચાણ, પ્રથમ તબક્કામાં 20 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યાં 


કાંકરિયા કાર્નિવલ દરમિયાન સાત દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. કાંકરિયા પરિસરમાં જુદા-જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઉભું કરવામાં આવશે. સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર સી.સી.ટી.વી. કેમેરા, કંટ્રોલ રુમ, જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button