આમચી મુંબઈમહારાષ્ટ્ર

મોદી-શાહથી લઈને સલમાન-શાહરૂખ, મુકેશ અંબાણીથી લઈને સચિન તેંડુલકર શપથ ગ્રહણ સમારોહમાં હાજર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈના આઝાદ મેદાનમાં મહાગઠબંધન સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ પૃષ્ઠભૂમિમાં મહાયુતિએ આઝાદ મેદાનમાં ભવ્ય કાર્યક્રમની તૈયારી કરી લીધી છે. આ સમારોહમાં દેશભરમાંથી રાજકીય નેતાઓ, બોલિવૂડની હસ્તીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજર હતા.

ભાજપ દ્વારા મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે મહત્વના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. દેશના મુખ્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અગ્રણી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપ શાસિત રાજ્યો અને સહયોગી પક્ષોના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રિતોમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશ, હરિયાણા જેવા મહત્વના રાજ્યોનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: ફડણવીસની શપથગ્રહણનું મુર્હુત 5 તારીખ જ કેમ? કોણે સૂચવ્યું છે મુર્હુત…

શપથ સમારોહ માટે કોણ હાજર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્ય પ્રધાન હેમંતા બિસ્વા સરમા, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, બિહારના મુખ્ય પ્રધાન નિતેશ કુમાર, અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખંડુ, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો આ કાર્યક્રમ માટે મુંબઈ આવી રહ્યા છે.

આપણ વાંચો: ફડણવીસે શપથ સમારોહ પહેલા માતાને આપી કિંમતી ભેટ

સલમાન ખાન, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, વિક્રાંત મેસ્સી, જય કોટક, એકતા કપૂર, મુકેશ અંબાણી, અનંત અંબાણી, જાન્હવી કપૂર, વિદ્યા બાલન, સિદ્ધાર્થ કપૂર, વરુણ ધવન, અનિલ અંબાણી, માધુરી દીક્ષિત, શ્રીરામ નેને, રણબીર કપૂર, રણવીર સિંઘ, ગીતાંજલિ કિર્લોસ્કર, બિરેન્દ્ર સરાફ, રાજેશ અદાણી, મનોજ સૌનિક, કે. કે. તાતેડ, મૃદુલા ભાટકર, નિખિલ મેસવાણી, હેતલ મેસવાણી, નીરજા ચૌધરી, યોગેશ પુઢારી, રોહિત શેટ્ટી, અર્જુન કપૂર, સતીશ મહેતા, એટલી, બોની કપૂર, શ્રદ્ધા કપૂર, બાદશાહ, જયેશ શાહ, જ્હોન અબ્રાહમ, વિકી કૌશલ, ખુશી કપૂર, રૂપાલી ગાંગુલી, સુધાકર શેટ્ટી, ધવલ મહેતા, આલોક સંઘવી, જ્યોતિ પારેખ, આલોક કુમાર, અરવિંદ કુમાર સહિત અનેક સેલિબ્રિટીઓ કાર્યક્રમમાં હાજર લોકોમાં જોવા મળ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button