India- China સબંધોની સ્થિતી પર વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં આપ્યો આ જવાબ
નવી દિલ્હી : લોકસભામાં મંગળવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત-ચીન સંબંધો સુધરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ઓક્ટોબરમાં નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ કરાર સહિત તાજેતરના સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટો દ્વારા સરહદ વિવાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. એસ.જયશંકરે ગૃહને જણાવ્યું હતું કે 2020થી જ્યારે સરહદી વિસ્તારોમાં ચીનની ગતિવિધિઓને કારણે શાંતિ ભંગ થઈ હતી ત્યારથી ભારત-ચીન સંબંધો સામાન્ય નથી રહ્યા. ભારતીય સેનાની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે કોવિડ મહામારી અને લોજિસ્ટિકલ પડકારો હોવા છતાં અમારા દળોએ આક્રમકતાથી ચીની સૈનિકોનો સામનો કર્યો.
ભારત-ચીન સંબંધોમાં સુધારાનો માર્ગ મોકળો કર્યો
વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, તાજેતરની રાજદ્વારી વાટાઘાટોએ ભારત-ચીન સંબંધોમાં સુધારાનો માર્ગ મોકળો કર્યો છે. ભારત સરકાર વાજબી અને સ્વીકાર્ય સરહદી ઉકેલ તરફ કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમજ આગામી દિવસોમાં અમે સરહદી વિસ્તારોમાં ગતિવિધિઓ ઘટાડવા અને અસરકારક સંચાલન અંગે ચર્ચા કરીશું. અમે હવે અમારા દ્વિપક્ષીય સંબંધોના અન્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશું.
Also Read – Bangladesh માં હવે ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ, હાઇકોર્ટમાં અરજી
સરહદ પર સેનાની તૈનાતી ઘટાડવાનું અને તણાવને સમાપ્ત કરવાનું
વિદેશ મંત્રીએ કહ્યું કે સરહદી વિસ્તારોમાં સતત તણાવથી ભારત અને ચીન વચ્ચેના સમગ્ર સંબંધો પર નકારાત્મક અસર પડી છે. જો કે, સંઘર્ષના સ્થળોએથી સૈનિકોને દૂર કરવાની પ્રક્રિયા પ્રાથમિકતાના આધારે પૂર્ણ કરવામાં આવી છે. અમારું આગામી પગલું સરહદ પર સેનાની તૈનાતી ઘટાડવાનું અને તણાવને સમાપ્ત કરવાનું હશે.