મનોરંજન

નરગીસ ફખરીની બહેનની ધરપકડ, એક્સ બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડની હત્યાનો આરોપ

‘રોકસ્ટાર’ ફેમ નરગીસ ફાખરીની (Nargis Fakhri) બહેન આલિયા (Alia Fakhri) હાલમાં ચર્ચામાં છે કારણ કે તેના પર તેના એક્સ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની બહેનની ઈર્ષ્યામાં તેના પૂર્વ બોયફ્રેન્ડ અને તેની નવી ગર્લફ્રેન્ડની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. 43 વર્ષની આલિયાએ કથિત રીતે આગ લગાવી હતી જેના કારણે બંનેના મોત થયા હતા.

બોયફ્રેન્ડની હત્યાનો આરોપ
અહેવાલો અનુસાર આલિયાએ કથિત રીતે બે માળના ગેરેજમાં આગ લગાવી હતી. જેના કારણે એડવર્ડ જેકબ અને એનાસ્તાસિયા સ્ટાર એટીનનું મોત થયું હતું. પોલીસે આ કેસમાં આલિયાની ધરપકડ કરી છે. ધરપકડ બાદ તેને ક્વીન્સ ક્રિમિનલ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમને જામીન આપવામાં આવ્યા ન હતા.


Also read: Happy Birthday: સપના સાકાર કરવાની કોઈ ઉંમર નથી હોતી તેમ સાબિત કર્યુ આ કલાકારે


માતાએ કહ્યું હુ વિશ્વાસ નથી કરી….
નરગીસ ફખરીની બહેન આલિયા પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે. આ મામલો પ્રકાશમાં આવતાં જ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે. નરગીસની માતાએ કહ્યું કે મને નથી લાગતું કે તે આલિયા કોઈની હત્યા કરી શકે છે. તે એક એવી વ્યક્તિ છે જે દરેકની સંભાળ રાખે છે. તેણે દરેકને મદદ કરવાનો પ્રયાસ કર્યો.


Also read: વિક્રાંતનો પબ્લિસિટી સ્ટંટ કે શુંઃ અચાનક કરી રિટાયરમેન્ટની જાહેરાત


નરગીસ તરફથી પ્રતિક્રિયા નહિ
એવું કહેવામાં આવી રહ્યું છે કે એડવર્ડ જેકબ અને આલિયાનું લગભગ એક વર્ષ પહેલા બ્રેકઅપ થઈ ગયું હતું. તેના પછી પણ, તેણીએ એડવર્ડનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. આ સમગ્ર મામલે નરગીસ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી નરગીસ ફખરી બોલિવૂડની ઘણી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. તેણે ‘રોકસ્ટાર’, ‘મેં તેરા હીરો’, ‘હાઉસફુલ 3’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે આગામી ફિલ્મ ‘હાઉસફુલ 5’નો પણ એક ભાગ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button