સ્પોર્ટસ

ભારતે લાલ આંખ કરી એટલે પાકિસ્તાને આઇસીસી સામે ઘૂંટણિયા ટેકવ્યા

બેશરમ પીસીબીએ બે શરત મૂકીને વિવાદ વધારી દીધો

કરાચી/દુબઈઃ આગામી ફેબ્રુઆરીની ચૅમ્પિયન્સ ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટના મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ભારતની વિરુદ્ધમાં વલણ અપનાવીને જે હઠ પકડીને બેઠું હતું એમાં એણે હવે ઝૂકવું પડ્યું છે.

ચૅમ્પિયન્સ ટ્રોફી સંબંધમાં ભારતની સગવડતા માટે હાઇબ્રિડ મૉડેલ અપનાવવા આઇસીસીએ પીસીબીને વારંવાર આગ્રહ કર્યો હતો છતાં પીસીબીએ એવી જીદ કરી હતી કે આખી ટૂર્નામેન્ટ અમારે ત્યાં જ રમાશે અને ભારતે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવી જ પડશે.

' જોકે પીટીઆઇના અહેવાલ મુજબ પીસીબીએ હવે વલણ બદલીને બે શરત સાથે હાઇબ્રિડ મૉડેલવાળો વિકલ્પ સ્વીકારી લેવાની તૈયારી બતાવી છે. હાઇબ્રિડ મૉડેલ અનુસાર ભારતની પાકિસ્તાનમાં રમાનારી તમામ મૅચો અન્યત્ર કોઈ દેશમાં રાખવામાં આવશે અને ભારત પોતાની ટીમને એ દેશમાં મોકલશે.

આપણ વાંચો: પાકિસ્તાનને ભારત માટેનું હાઇબ્રિડ મૉડેલ સ્વીકાર્ય નથીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ અદ્ધરતાલ

ગયા વર્ષે એશિયા કપ પાકિસ્તાનમાં રમાયો હતો, પરંતુ ભારતની તમામ મૅચો શ્રીલંકામાં રમાઈ હતી. ફેબ્રુઆરી-માર્ચની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મૅચો લગભગ દુબઈમાં રમાશે. પીસીબીએ આઇસીસીને એવું કહ્યું હોવાનું મનાય છે કેઅમે હાઇબ્રિડ મૉડેલ સ્વીકારવા તૈયાર છીએ, પરંતુ 2031 સુધીમાં ભારતમાં જે પણ આઇસીસી ટૂર્નામેન્ટ રમાવાની હોય ત્યારે પાકિસ્તાન માટે પણ હાઇબ્રિડ મૉડેલ પદ્ધતિ અપનાવવામાં આવવી જોઈએ.

બીજી રીતે કહીએ તો પાકિસ્તાન આગામી વર્ષોમાં ભારતમાં જ્યારે પણ મોટી ટૂર્નામેન્ટ રમાય ત્યારે પોતાની ટીમને એ ટૂર્નામેન્ટની મૅચો રમવા ભારત મોકલવાને બદલે ત્રીજા જ કોઈ દેશમાં મોકલશે.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ શુક્રવારે નક્કી થઈ જશે, જાણો કેવી રીતે…

2026નો ટી-20 વર્લ્ડ કપ સંયુક્ત રીતે ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે. 2029ની ચૅમ્પિયન્સ ટ્રોફી ભારતમાં રમાશે તેમ જ 2031નો વન-ડે વર્લ્ડ કપ ભારત અને બાંગ્લાદેશમાં સંયુક્ત રીતે યોજાવાનો છે.

પાકિસ્તાનની બીજી શરત એ છે કે હાઇબ્રિડ મૉડેલ સ્વીકારવાના બદલામાં પોતાને આઇસીસી તરફથી વાર્ષિક મહેસૂલ આવકમાંથી વધુ હિસ્સો મળવો જોઈએ.

પાકિસ્તાને અગાઉ આઇસીસીને એવી લૂલી ધમકી આપી હતી કે જો ભારતની તરફેણ કરીને ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ અમારી પાસેથી છીનવાઈ જશે તો અમે આ સ્પર્ધાનો બહિષ્કાર કરીશું.

આપણ વાંચો: પાકિસ્તાનની બહુચર્ચિત ચૅમ્પિયન્સ ટ્રોફીની ટૂર ભારતમાં ક્યારે છે જાણી લો…

હવે પીસીબીએ આઇસીસી સામે ઘૂંટણિયા ટેકવ્યા પડ્યા છે. ભારત વિના એક પણ ટૂર્નામેન્ટ રાખવી આઇસીસીને પરવડે નહીં. આઇસીસીને પોતાની સ્પર્ધાઓમાં લગભગ 70થી 80 ટકા કમાણી ભારત થકી થતી હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button