આતંકી અર્શ ડલ્લાને કેનેડાની કોર્ટે આપ્યા જામીન, થોડા દિવસ પહેલા થઈ હતી ધરપકડ
ટોરેન્ટોઃ ખાલિસ્તાની આતંકીઓ પ્રત્યે કેનેડાનું કૂણું વલણ નવીન વાત નથી. કેનેડાની એક કોર્ટે થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવેલા ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાને 30 હજાર ડૉલરના બૉન્ડ પર જામીન આપ્યા હતા. આ મામલાની વધુ સુનાવણી 24 ફેબ્રુઆરી, 2025ના રોજ થશે. ખાલિસ્તાન ટાઈગર ફોર્સની કમાન સંભાળી રહેલા અર્શ ડલ્લાની થોડા સમય પહેલા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને તેની પાસેથી અત્યાધુનિક હથિયારો પણ મળ્યા હતા. સૂત્રો મુજબ અર્શ ડલ્લા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના સીધા સંપર્કમાં છે.
આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને ISIએ આપ્યા હતા હથિયાર: ભારતે પ્રત્યર્પણની કરી માંગ
સૂત્રો મુજબ, 28 ઑક્ટોબરની રાત્રે ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાને ગોળી વાગી હતી. અર્થ ડલ્લા તેના સાથી ગુરજંત સિંહ સાથે કારમાં સવાર થઈને હૉલ્ટન વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે કારમાં રાખેલા હથિયારમાંથી અકસ્માતે ગોળી છૂટી હતી. જે તેના જમણા પગમાં વાગી હતી. સારવાર માટે ડલ્લા અને ગુરજંત સિંહને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ડલ્લાએ ત્યારે પોલીસને ખુદ પર હુમલાની એક બોગસ સ્ટોરી કહી હતી. પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા હતા. સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, કેનેડા પોલીસે અર્શ ડલ્લાની કારની તલાશી લીધી હતી. તેના ઘરના ગેરેજમાંથી પોલીસને અનેક પ્રતિબંધિત હથિયાર અને કારતૂસ મળ્યા હતા. તપાસમાં આ તમામ હથિયાર અર્થ ડલ્લાના હોવાનું સામે આવ્યું હતું.
સૂત્રો મુજબ, ભારત સરકાર કેનેડામાં ધરપકડ કરવામાં આવેલા આતંકી અર્શદીપ સિંહ ડલ્લાના પ્રત્યર્પણની માંગ કરવાની યોજના બનાવી રહ્યું હતું. થોડા દિવસ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે મીડિયા બ્રીફિંગમાં આ જાણકારી આપી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાની સમર્થક ગેંગસ્ટર અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ એનઆઈએની મોટી કાર્યવાહી
અર્થ ડલ્લાનું પૂરું નામ અર્થદીપ ડલ્લા છે તે મૂળ રીતે પંજાબના મોગાનો રહેવાસી છે. મિત્રો સાથે થયેલા ઝઘડાને લઈ તેના પર એફઆઈઆર નોંધાઈ હતી. જે બાદ પરિવારે સ્ટુડન્ડ વીઝા પર તેને કેનેડા મોકલી દીધો હતો. જ્યાં ગેંગસ્ટર સુખમા લમ્મા સાથે વિવાદ બાદ પંજાબ પરત ફર્યો હતો. બાદમાં ખુદ પોતાના સાથીઓ સાથે મળીને લમ્માની હત્યા કરી હતી અને કેનેડા ભાગી ગયો હતો.