આપણું ગુજરાતમોરબી

મોરબીના તીર્થક ગ્રુપ પર દરોડા દરમિયાન પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા ઘરે મળવા પહોંચતા અનેક તર્ક વિતર્ક…

મોરબીઃ ઈન્કમટેક્સ વિભાગે આજે વહેલી સવારથી રાજ્યવ્યાપી દરોડાની સાથે મોરબીની જાણીતી તીર્થક પેપરમિલ અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા ફુલતરિયા પરિવારને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. દરોડાની આ કાર્યવાહી ત્રણેક દિવસ સુધી ચાલે તેમ હોવાના સંકેતો વચ્ચે 100 અધિકારીઓની 35 ટીમોએ સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : અંજારમાં પોલીસે ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી 1,000 લિટર તેલ ઝડપ્યું, પણ આરોપીઓ થાપ આપી ફરાર

દરમિયાન ઈન્કમટેક્સ વિભાગની ચાલુ રેડ દરમિયાન પૂર્વ સાસંદ મોહનભાઈ કુંડારિયા પોતાના વેવાઈ જીવરાજ ફુલતરિયના નિવાસસ્થાને પહોંચ્યા હતી. જો કે, ઇન્કમટેક્સના રેડ દરમિયાન કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશી શકતો ન હોય ત્યારે પૂર્વ સાસંદ મોહનભાઈ કુંડારિયાએ રેડ દરમિયાન ઘરમાં પ્રવેશ મેળવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તીર્થક ગ્રુપના જીવરાજભાઈ ફુલતરીયા પુર્વ સાસંદ મોહનભાઈ કુંડારિયાના વેવાઈ થતાં હોવાથી મામલો દબાવવા માટે પહોંચી ગયા હોવાની વાતે જોર પકડ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, સંવેદનશીલ માહિતી મોકલતો જાસૂસ ઝડપ્યો…

મોરબીના તીર્થક ગ્રુપની તમામ ઓફિસ, કારખાના તેમજ ગ્રુપના સ્થાપક જીવરાજભાઈ ફુલતરિયાના રવાપાર રોડ પર આવા રહેણાંક મકાને આઈટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા છે. તેમજ અમદાવાદમાં તીર્થક અને સોહમ પેપરને ત્યાં ઈન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા ધરતી સાકેત બિલ્ડરને ત્યા આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ રેડમાં મોટી માત્રામાં બેનામી નાણાકીય વ્યવહારો સામે આવે તેવી શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button