તાજમહેલની ટિકિટો વેચાઈને એક વર્ષમાં કેટલી કમાણી થાય છે? આંકડો જાણશો તો ચોંકી ઉઠશો…
આગ્રામાં આવેલું તાજમહેલ દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે અને દરરોજ આ તાજમહેલના દિદાર કરવા માટે લાખો-હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી લોકો આવે છે. તાજમહેલની દેખરેખ અને સારસંભાળની જવાબદારી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના માથે છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે.
આ તાજમહેલ જોવા માટે પર્યટકોએ ટિકિટ ખરીદવી પડે છે. પરંતુ શું તમને ખબર છે કે તાજમહેલની ટિકિટો વેચીને એક વર્ષમાં કેટલા રૂપિયાની કમાણી થાય છે? ચાલો આજે તમને એ વિશે જણાવીએ-
અનેક લોકોને મનમાં એવો સવાલ થતો હશે કે તાજમહેલમાં જો હજારોની સંખ્યામાં પર્યટકો આવતા હોય તો ટિકિટો વેચીને કરોડોની કમાણી થતી હશે નહીં? આજે અમે અહીં તમને આ વિશે જ જણાવી રહ્યા છે. એક વર્ષમાં તાજમહેલની ટિકિટ વેચીને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કેટલા રૂપિયાની કમાણી કરે છે.
આપણ વાંચો: … તો શું હવે સફેદ તાજમહેલ લીલા રંગનો થઈ જશે? શું છે આ દાવા પાછળની હકીકત?
માહિતી અધિકાર હેઠળ મળેલી માહિતી અનુસાર તાજમહેલ જોવા આવેલા ટિકિટોના વેચાણથી ભારતીય પુરાતત્વ ખાતાને ત્રણ વર્ષમાં કેટલી કમાણી કરી છે એની માહિતી આપવામાં આવી છે. યુનેસ્કો વિશ્વ વિરાસત તાજમહેલ જોવા આવેલા પર્યટકોએ ખરીદેલી ટિકિટથી 2020-2021થી 2023-2024ની વચ્ચે 91.23 કરોડ રૂપિયાની કમાણી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને થઈ છે.
અહીંયા તમારી જાણ માટે કે આખા દેશમાં કોઈ પણ ઐતિહાસિક સ્મારકની ટિકિટ વેચાણથી એસએસઆઈને નથી થતી. વર્ષ 2020-21 તાજમહેલની ટિકિટોથી એએસઆઈને 5,11,75,480 રૂપિયાની કમાણી થઈ હતી. આ એ જ સમય હતો જ્યારે ભારત સહિત આખી દુનિયા પર કોરોના મહામારીનું સંકટ તોળાઈ રહ્યું હતું.
આપણ વાંચો: દિલ્હી હાઇ કોર્ટમાં અરજી, તાજમહેલ શાહજહાંએ બાંધ્યો ન હતો પરંતુ…..
આ સિવાય 2021-22માં 29,16,07,680 રૂપિયાની જ્યારે 2022-23માં 56,95,46,880 રૂપિયાની કમાણી થઈ હતી. આ રીતે તાજ મહેલની ટિકિટો વેચીને એએસઆઈને આખા વર્ષમાં 20 કરોડ રૂપિયાથી વધુની આવક થાય છે.
ચોંકી ગયા ને? પરંતુ આ આંકડો સાંભળીને ચોંકી ગયા ને? તમે પણ આ માહિતી અન્ય લોકો સાથે શેર કરીને એમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરજો હં ને?