ભુજમાં બન્યો ચોંકાવનારો કિસ્સોઃ ફોન પર વાત કરતા યુવતીનું પરિવાર સામે થયું મોત…
ભુજઃ સ્માર્ટફોન આજે લોકોના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. તેના વગર લોકો થોડીવાર પણ રહી શકતા નથી. ભુજમાં આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલ ફોન પર વાત કરવામાં મશગુલ બનેલી ૨૨ વર્ષની કાજલ લાલજી વાઘેલા તેના પરિવારજનોની નજર સમક્ષ દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલા ખુલ્લા અવાવરુ કૂવામાં ખાબકી હતી. જેને લઈ મૃત્યુ પામતાં અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ હતી.
આ પણ વાંચો : Gujarat ના સીએમ ભુપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં લીધો આ મોટો નિર્ણય
પોલીસે શું કહ્યું
બનાવ સંદર્ભે માનકૂવા પોલીસ મથકના પી.આઇ. ડી.એન.વસાવાએ આપેલી જાણકારી મુજબ, ભુજના શ્રમિક વિસ્તારમાં રહેનારો પરિવાર ત્રિમંદિરની સામેના નરનારાયણ નગરથી સુખપર તરફ જતા માર્ગે આવેલા દંતેશ્વર મહાદેવના મંદિરની પાછળના ભાગે કચરો વીણવા ગયો હતો. આ પરિવારની યુવતિ કાજલ ફોન પર વાત કરતી હતી ત્યારે ત્યાં આવેલા અવાવરુ કૂવામાં પડી ગઇ હતી. હતપ્રભ બની ગયેલા પરિવારે દેકારો મચાવતાં એકઠા થયેલા લોકોએ ભુજના ફાયર સ્ટેશનના કન્ટ્રોલ રૂમને જાણ કરતાં ક્વિક રિસ્પોન્સ વ્હીકલ સાથેની ટુકડી ઘટના સ્થળે ધસી આવી હતી.
આ પણ વાંચો : સમાજસેવક અને ડોક્ટરની પરોપકાર વૃતિએ ભચાઉના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરને ગુમાવેલી દૃષ્ટિ પાછી આપી
ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો
આ અવાવરું કુવામાંથી ભારે જહેમત બાદ યુવતિનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પોલીસે આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.