લાડકી

ફેશન: વોટ્સ હૂડી?

-ખુશ્બુ મૃણાલી ઠક્કર

હૂડી એટલે જે ડ્રેસ કે ટી શર્ટમાં ટોપી અટેચ હોય એટલે કે તમે તમારું માથું જે વસ્ત્રથી કવર કરો તેને હઝડી કહેવાય કે જે ટી શર્ટ અથવા ડ્રેસ સાથે જોડાયેલું હોય છે. મોટે ભાગે હૂડી ડ્રેસ કે ટી-શર્ટમાં હોય છે અને હૂડી પહેરવાથી એક સ્માર્ટ અને ફન્કી લૂક આવે છે. હૂડી એ યંગ યુવક અને યુવતીઓમાં વધારે પ્રચલિત છે.

હૂડીએ શિયાળામાં પહેરવામાં આવતું વસ્ત્ર છે કે જેનાથી માથું કવર કરવાથી હૂંફ મળે.

હૂડીમાં બેઝિક સ્ટાઇલ જ આવે છે અને જે ક્યારેય આઉટ ઓફ ફેશન લાગતી નથી. હૂડી બધા જ કલરમાં મળે છે. તમે તમારી સ્કિન ટાઈપ અને બોડી ટાઈપ હિસાબે કલરની અને હૂડીના સ્ટાઈલની પસંદગી કરી શકો. હૂડી ડેનિમ સાથે કે પછી ડેનિમની શોર્ટ્સ સાથે ખૂબ જ સ્માર્ટ લુક આપે છે. ચાલો જાણીયે હૂડીની અલગ અલગ સ્ટાઇલ અને તેને કઈ કઈ રીતે પહેરી શકાય .

ઝીપ્પર હૂડી- ઝીપ્પર હુડી એટલે જે હૂડીમાં ઝીપ હોય કે જે ફ્રન્ટથી ઓપન થઇ શકે. મોટા ભાગે ઝીપ્પર હૂડી ટી શર્ટની ઉપર પહેરવામાં આવે છે. જેથી તમે ઝિપને બંધ ન કરી ઓપન પણ રાખી શકો.

ઝીપ્પર હૂડી એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે વપરાય છે. હૂડીમાં બ્રાઇટ કલર પહેરવા જેથી અટ્રેક્ટિવ લુક આવે, અને ડેનિમ સાથે બ્રાઇટ કલર સારા જ લાગે છે.

બ્લુ ડેનિમ તેની સાથે બ્લેક ટી શર્ટ અને ઓરેન્જ કલરનું ઝીપ્પર હૂડી. જો તમારે ફૂલ ઓપન ન રાખવું હોય તો તમે હાલ્ફ ઓપન પણ રાખી શકો. એટલે કે ઝીપ માત્ર ચેસ્ટ સુધી જ બંધ કરવી. પછી ખુલ્લી રાખવી.

ઝીપ્પર હુડી એ યુવક અને યુવતી એમ બન્ને પેહરી શકે. ઝીપ્પર હૂડી સાથે લોફર્સ કે સ્પોર્ટ્સ શૂઝ પહેરી શકાય અથવા તો કેઝ્યુલ લુક માટે બ્રોડ પટ્ટી વાળા સ્લીપર પહેરી શકાય.

ટી શર્ટ હૂડી- ટી શર્ટ હૂડી એટલે જે હૂડી ટી શર્ટ સાથે જ અટેચ હોય. કે જે ટી શર્ટની જેમ જ માથું નાખીને ઉપરથી પહેરવાનું હોય. ટીશર્ટ હૂડીની પેટર્ન બેઝિક જ હોય છે.


Also read: મમતા આંધળી બને ત્યારે….વૃદ્ધ માતા-પિતાની મુશ્કેલીઓનું આ પણ છે કારણ


પરંતુ સ્લીવ્ઝમાં વેરિએશન હોય છે જેમકે, સ્લીવલેસ, શોર્ટ સ્લીવ્ઝ કે પછી ફૂલ સ્લીવ્ઝ. તમારી જરૂરિયાત મુજબ તમે સ્લીવ્ઝની ચોઈસ કરી શકો.

જે સ્લીવલેસ ટી શર્ટ હૂડી હોય તેમાં કોન્ટ્રાસ્ટ કલરનું ટી શર્ટ પહેરી શકાય. જેમકે, બેજ કલરનું ટી શર્ટ હૂડી હોય તો અંદર મરૂન કલરનું ટી શર્ટ પહેરી શકાય અને નીચે બ્લેક ડેનિમ ટિમ અપ કરી શકાય.

ભલે કપડાં કેઝ્યુઅલ હોય પરંતુ જો પ્રોપર કલર કોમ્બિનેશન સાથે પહેરવામાં આવે તો અટ્રેક્ટિવ જ લાગે. સિઝન પ્રમાણે તમે શોર્ટ સ્લીવ્ઝ કે પછી લોન્ગ સ્લીવ્ઝની પસંદગી કરી શકો. હૂડીમાં ક્રોસ પોકેટ હોય છે. ક્રોસ પોકેટ વાળા હૂડી ટી શર્ટ યન્ગ યુવતીઓ ડેનિમ સ્કર્ટ્સ સાથે પણ પેહરી શકે .

હુડી ડ્રેસ- હૂડી ડ્રેસ એટલે જે ટી શર્ટ ડ્રેસ હોય તેમાં હૂડી અટેચ હોય. આ ડ્રેસમાં બે જાતના ફિટિંગ આવે છે એક બોડી હગિંગ અને બીજું લુઝ ફિટ. આ ડ્રેસમાં પ્રિન્ટ પણ હોય છે જેમકે, ફ્લોરલ, સ્ટ્રાઈપ કે પછી કોઈ રાઇટિંગ. હુડી ડ્રેસ સોલિડ કલર્સમાં હોય છે અથવા તો પેસ્ટલ.


also read: મુખ્બિરે ઈસ્લામ: નેકી અને નસિહતની મશાલ મુસલમાન શું ખરેખર ભૂતકાળ બની જશે?


આ આઉટફિટ કેઝ્યુઅલ આઉટિંગ કે હોલીડે માટે પરફેક્ટ વેર છે. હૂડી ડ્રેસ એટલે કમ્ફર્ટ અને સ્ટાઇલનું કોમ્બિનેશન. હૂડી ડ્રેસ હોઝિયરી ફેબ્રિકમાંથી બનાવેલા હોય છે અને તે બોડી હગિંગ હોવાથી શરીરનો આખો શેપ લઇ લે છે તેથી જ લાંબી પાતળી યુવતીઓ પર ફિટેડ હૂડી ડ્રેસ સારા લાગે. જો તમારું શરીર ભરેલું હોય અને તમને હૂડી ડ્રેસ પહેરવા હોય તો તો તમે લુઝ ફિટિંગ વાળા ડ્રેસ પહેરી શકો જેથી તે શરીરને ચીપકે નહિ અને કમરનો, પેટનો કે હિપ્સ નો ભાગ વધારે હોય તો ખરાબ ન લાગે. હૂડી ડ્રેસ સાથે લોફર્સ અથવા સ્પોર્ટ્સ શૂઝ પહેરી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button