આમચી મુંબઈમહારાષ્ટ્ર

સોલાપુર બૅંક કૌભાંડઃ નાયબ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ પ્રધાનની સંડોવણી

મુંબઈ: સોલાપુર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બૅંકના ૨૩૮ કરોડ રૂપિયાના કૌભાંડમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન વિજયસિંહ મોહિતે-પાટીલ અને ભૂતપૂર્વ પ્રધાન દિલીપ સોપાલની કથિત સંડોવણી હોવાનું તપાસ અહેવાલમાં જણાવાયું છે.

આ કૌભાંડની ભૂતપૂર્વ અમલદાર દ્વારા કરાયેલી તપાસનો અહેવાલ વિધાનસભાની ચૂંટણી પહેલા આ મહિનાની શરૂઆતમાં રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો હતો.

આશ્ચર્યજનક રીતે મોહિતે-પાટીલના પુત્ર અને ભાજપના વિધાન પરિષદના સભ્ય રણજિતસિંહે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સોલાપુર જિલ્લાની માલશિરાસ બેઠક પરના પક્ષના ઉમેદવાર રામ સાતપુતેના વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરેલો અને આ બેઠક પર એનસીપી-એસપીના ઉમેદવાર ઉત્તમ જણકરનો વિજય થયો હતો.

આપણ વાંચો: Gujarat માં 6000 કરોડના કૌભાંડમાં CID ના દરોડા, તગડા વળતરની લોકોને આપી હતી લાલચ…

બારશી બેઠક પર વિજય થયો હતો

સોપાલે શિવસેના (યુબીટી) તરફથી ચૂંટણી લડ્યા હતા અને તેમનો બારશી બેઠક પરથી વિજય થયો હતો. ઉક્ત કૌભાંડની તપાસ કોઓપરેટિવ સોસાયટીસના નિવૃત એડિશનલ રજિસ્ટ્રાર ડૉ. કિશોર તોશનિવાલ તરફથી હાથ ધરવામાં આવી હતી. તપાસ અહેવાલમાં તેમણે ભલામણ કરી હતી કે જેઓ બૅંકને થયેલા નુકસાન માટે જવાબદાર છે તેમની પાસેથી સંપૂર્ણ રકમ વસૂલ કરવી જોઇએ.

તપાસમાં જાણીતી હસતીઓનો સમાવેશ

તપાસમાં જાણીતી હસતીઓના નામનો સમાવેશ કરાયો હતો જેમાં મોહિતે-પાટીલ, સોપાલ, વરિષ્ઠ વિધાનસભ્ય બબનરાવ શિંદે અને સંજય શિંદેનો સમાવેશ થાય છે. વિધાનસભાની ચૂંટણી યોજાવાના સમયગાળા દરમિયાન આઠમી નવેમ્બરે આ તપાસ અહેવાલ રજૂ કરાતા ચર્ચાનો વિષય બન્યો હતો.

આપણ વાંચો: Surat ના હવાલા કૌભાંડનો પર્દાફાશ, વધુ પાંચ આરોપીની ધરપકડ

આ કૌભાંડમાં ઘણી હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓની સંડોવણી હોવાને કારણે તેની તપાસ મને સોંપવામાં આવી હતી. આઠમી નવેમ્બરે રાજ્ય સરકારને અહેવાલ સોંપવામાં આવ્યો છે, એમ તોશનિવાલે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button