Rajkot સરદારધામના ઉપપ્રમુખ પર થયેલા હુમલા કેસમાં પીઆઇ સસ્પેન્ડ, પોલીસે તપાસ તેજ કરી
રાજકોટ: ગુજરાતના રાજકોટમાં સરદારધામના(Rajkot Sardardham)ઉપપ્રમુખ પાટીદાર સમાજના અગ્રણી જયંતીભાઈ સરધાર પર થયેલા જીવલેણ હુમલો કેસમાં પોલીસ ઇન્સ્પેકટર સંજય પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ સંજય પાદરિયા વિરુદ્ધ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, આ ઘટના બાદ સંજય પાદરિયા ભૂગર્ભમાં ઉતરી ગયો છે જેના પગલે પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પીઆઇ સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા હતા
રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધાર પર 25 નવેમ્બરના રોજ મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઇ સંજય પાદરિયાએ કર્યાનો આરોપ કરાયો છે. જયંતી સરધારાએ પીઆઇ સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમજ પીઆઇને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
આપણ વાંચો: Rajkot માં સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો કરનાર પીઆઇને સસ્પેન્ડ કરવાની માંગ…
સમાજના અગ્રણીઓ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ પાટીદાર અગ્રણી પર હુમલો કરનાર પીઆઇ સંજય પાદરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ ગઈ છે. નોંધનીય છે કે, પીઆઇ સંજય પાદરિયા જૂનાગઢમાં પોતાની ફરજ બજાવે છે.આ હુમલાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
તેમણે સમાજ સાથે ગદ્દારી કરી કહી હુમલો કરી ઉશ્કેર્યાનો અને ત્યાર બાદ મુક્કા માર્યાનો આરોપ જયંતિ સરધારાએ લગાવ્યો છે. સરદારધામમાં ઉપપ્રમુખ કેમ બન્યા? એવું કહીને હુમલો કર્યાનો પીઆઇ સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવાયો હતો. ત્યારબાદ સમાજના અગ્રણીઓ વચ્ચે પડતા સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો.
આપણ વાંચો: સમાજ સાથે ગદ્દારીના આરોપ સાથે સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો; ખોડલધામ સાથેનો વિવાદ જવાબદાર?
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઈશારે હુમલાનો આક્ષેપ
જ્યારે આ સમગ્ર મામલે હુમલામાં ઘાયલ થયેલા જયંતીભાઈ સરધારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઈશારે હુમલો કરાયા હોવાનો આક્ષેપ કરાતા મામલો વધુ ગરમાયો છે. તો બીજી તરફ ઘટના બન્યાના 10 કલાક બાદ હવે ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે.
જેમાં કહેવાયું છે કે આવી બાબતમાં નરેશ પટેલનું નામ લેવું વાજબી નથી. આ સમગ્ર મામલે એક તરફ સામાસામા આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ જયંતીભાઈ સરધારા પર હુમલો કરનાર પીઆઇ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.