Surat નજીક મુસાફર ભરેલી બસનો અકસ્માત, 15 લોકો ઇજાગ્રસ્ત
સુરત: ગુજરાતના સુરતમાં(Surat)કોસંબા નજીક 40 મુસાફર ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં મુસાફરો ભરેલી બસ રોડની બાજુમાં ખાડામાં ઉતરી ગઈ હતી. આ ઘટનાના પગલે લોકો એકત્ર થયા હતા. તેમજ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગના જવાનોએ તમામ મુસાફરોનું રેસ્ક્યુ કર્યું હતું. જેમાં 15 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Also Read – Rajkot માં સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો કરનાર પીઆઇને સસ્પેન્ડ કરવાની માંગ…
ઘટના વહેલી સવારે 5 વાગેની આસપાસની
આ ઘટનામાં ફાયર વિભાગે બસના કેબીનમાં ફસાયેલા બેથી ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા. બીજી તરફ મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગયી હતી. આ બસ રાજસ્થાનથી નાસિક જતી હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવી છે. આ ઘટના વહેલી સવારે 5 વાગેની આસપાસ બની હતી.
બે માણસો ક્લીનર સાઈડના ભાગે દબાયેલા હતા
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર સવારે 5 વાગ્યાની આસપાસ કોલ મળતા જ ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી. જેમાં ઘટના સ્થળે આવીને જોયું તો બે માણસો ક્લીનર સાઈડના ભાગે દબાયેલા હતા. જેથી તે બંને લોકોને બહાર કાઢ્યા હતા. તમામ મુસાફરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે .જેમાં મુસાફરોને નાની મોટી ઈજા થઇ હતી. જેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.