સ્પેશિયલ ફિચર્સ

દુનિયાની વયોવૃદ્ધ વ્યક્તિનું 112 વર્ષે થયું નિધન…

'સ્વસ્થ' જીવન જીવવાની શું સલાહ આપી હતી ટિનિસવુડે જાણો?

વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જોન ટિનિસવુડનું 112 વર્ષની ઉંમરે નિધન થયું. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ (જીડબલ્યુઆર) વતી જણાવવામાં આવ્યું છે કે જોન ટિનિસવુડનું સોમવારે ઇંગ્લેન્ડના સાઉથપોર્ટના એક ઓલ્ડેજ કેરહોમમાં નિધન થયું હતું.

આ પણ વાંચો : તંદુરસ્તી-મનદુરસ્તી : આપણે જાગૃત અવસ્થામાંથી નિદ્રા-અવસ્થામાં કેવી રીતે પ્રવેશીએ છીએ?

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ સંસ્થાએ ટિનિસવુડના પરિવારને જણાવ્યું હતું કે નિધન પૂર્વે તેઓ મ્યુઝિક અને ડાન્સની પણ મજા માણી હતી. 26મી ઓગસ્ટ, 1912 જન્મેલા ટિનિસવુડ વેનેઝુએલાના 114 વર્ષના જુઆન વિન્સેટ પેરેજના નિધન પછી એપ્રિલ, 2024ના દુનિયાના સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિનો રેકોર્ડ ટિનિસવુડના નામે નોંધાયો હતો.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અનુસાર ટિનિસવુડની પાસે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી કે તેઓ અત્યાર સુધી આટલા વર્ષો સુધી કઈ રીતે જીવન જીવવામાં સફળ રહ્યા હતા. તેમણે એટલું કહ્યું હતું કે આ ભગવાનની કૃપા છે.

કોઈ પણ વાતમાં અતિરેક કર્યો તો…

આ વર્ષની શરુઆતમાં તેમણે કહ્યું હતું કે તમે લાંબા સમય યા ટૂંકા સમય માટે જીવતા રહો છો એના અંગે હું નક્કર કહી શકું નહીં. આમ છતાં સ્વસ્થ રહેવા માટે એક સલાહ ચોક્કસ આપીશ કે દરેક કામ સંયમપૂર્વક અને સારી રીતે કરો. તેમણે વધુમાં કહ્યું હતું કે જો તમે વધુ પીઓ છો કે વધુ ખાવ છો યા કોઈ પણ વસ્તુમાં અતિરેક કરો છો તો તેનું ફળ તમારે ભોગવવું પડશે.

હંમેશાં જિંદગીમાં સર્વેશ્રેષ્ઠ પ્રયાસ કરો

જોન ટિનિસવુડે નવી જનરેશન માટે પણ મહત્ત્વની ટિપ્સ આપી હતી. તેમનું કહેવું હતું કે હમેશાં જિંદગીમાં સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરો. ચાહે તમે કંઈક શીખી રહ્યા હોય કે પછી કંઈક અન્ય કામકાજ કરી રહ્યા હો પણ તમે તમારા સમાજને તમારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરો. કારણ કે આ બધી બાબત તમારી સાથે આવશે નહીં.

આ પણ વાંચો : તુલસીના પાનનાં આ ઉપાયો ચહેરાને આપશે ચાંદ જેવો નિખાર!

ટિનિસવુડના પરિવારમાં છે કોણ?

જોન ટિનિસવુડનું 112 વર્ષની વયે નિધન થયું છે ત્યારે તેમના પરિવારમાં દીકરી છે. દીકરી સુજૈન, ચાર પૌત્રો અને ત્રણ પૌત્ર-પૌત્રો છે. જીએમઆરના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી વૃદ્ધ વ્યક્તિ જાપાનના જીરોમોન કિમુરા હતા. તેમનો જન્મ 1897માં થયો હતો અને 2013માં તેઓ 116 વર્ષની ઉંમરે નિધન થયું હતું. આ અગાઉ સૌથી વયોવૃદ્ધ મહિલા મારિયા બ્રાન્યાસ મોરેરાનું 117 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button