આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાડકી બહેન યોજનાએ સત્તા અપાવી પણ યોજના ચાલુ રાખવાનો નવી સરકાર માટે મોટો પડકાર

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો બાદ શિંદે સરકારની લાડકી બહેન યોજનાની ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં પછડાટ ખાયેલા મહાયુતીના ત્રણેય પક્ષોને આ યોજનાએ ઉગારી લીધા અને ઐતિહાસિક જીત આપી હોવાનો દાવો રાજકીય પંડિતો કરી રહ્યા છે.

રાજ્યની 21થી 65 વર્ષની પાત્ર મહિલાઓને મહિન રૂ. 1500 છેક ખાતામાં જમા કરવાની આ યોજનાએ મહિલા મતદારોને મહાયુતી તરફ વાળી હોવાનો અંદાજ છે. પોતાના મેનીફેસ્ટોમાં આ યોજના અંતગર્ત રૂ. 2100 આપવાની જાહેરાત ભાજપ કરી ચૂક્યું છે અને ચૂંટણી દરમિયાન તેનો જોર શોરથી પ્રચાર પણ કર્યો છે, આથી હવે રૂ. 2100નો આ ચાંદલો તેમની માટે બંધનકારક છે.

આપણ વાંચો: લાડકી બહેન યોજના પર વિવાદાસ્પદ નિવેદન અંગે ધનંજય મહાડિક સામે કેસ નોંધાયો

રાજ્યની તિજોરી પર કેટલો પડશે બોજો?

દરેક રાજ્યમાં મતદારોને રિઝવવા આવી કોઈ લલચામણી યોજનાઓની જાહેરાત થાય છે, પરંતુ તેનાથી રાજ્યની તિજોરી પર બોજ વધે છે. પહેલેથી જ લાડકી બહિન યોજના માટે રૂ. 45 હજાર કરોડની ફાળવણી કરતા અન્ય કામના ભંડોળને ડાયવર્ટ કરવાની ફરજ સરકારને પડી હોવાના અહેવાલો છે.

મહારાષ્ટ્ર સરકાર પણ દેવાતળે છે. CAGએ તેના અહેવાલમાં મહારાષ્ટ્રમાં લાડકી બહેન યોજનાને પહોંચી વળવા માટે રાજ્યને આવક વધારવાની સલાહ આપી હતી છે ખેડૂતોની લોન માફી, વીજબિલ માફી જેવા વચનો પૂરા કરવા માટે તિજોરી પરનું ભારણ વધી જાય છે.

રાજ્યમાં હાલમાં 9.7 કરોડ મતદારો છે. તેમાંથી 4.7 કરોડ મહિલા મતદારો છે. 4.7 કરોડ મહિલા મતદારોમાંથી, મહારાષ્ટ્ર સરકારે 2.5 કરોડ મહિલા મતદારોને યોજનાનો લાભ આપવાનું આયોજન કર્યું હતું.

આપણ વાંચો: બોલો, ભારે કરી બેંકોએઃ લાડકી બહેન યોજનાની રકમ પર ચાર્જ લેવાની ફરિયાદ

મહારાષ્ટ્રમાં લાડકી બહેન યોજના હેઠળ દર મહિને 1500 રૂપિયા ચૂકવવા માટે 45 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જો લાભાર્થીઓને દર મહિને 2100 રૂપિયા ચૂકવવાના હોય તો રાજ્ય સરકારે 63 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવી પડશે.

શું મોંઘુ થશે?

જીએસટી આવ્યા બાદ રાજ્ય સરકારો પાસે નાણાં વસૂલવાના રસ્તા ઓછા થઈ ગયા છે.
રાજ્ય સરકાર પાસે રાજ્યમાં લોકપ્રિય યોજનાઓ માટે નાણાં એકત્ર કરવા માટે માત્ર દારૂ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પર જ ટેક્સ વસૂલવાની સત્તા બચી છે..

આપણ વાંચો: લાડકી બહેન યોજના: દિવાળી ધમાકેદાર!

અગાઉ રાજ્ય સરકારને ઈનડાયરેક્ટ ટેક્સ વસૂલવાનો અધિકાર હતો. પરંતુ GST પછી હવે આ અધિકાર નથી રહ્યો તેથી નિષ્ણાતોના મતે આ બન્ને વસ્તુઓ પર ભાવ વધારવાો વિકલ્પ રાજ્ય સરકાર પાસે છે.

જોકે એકવાત નક્કી છે કે આ યોજનાને કોઈપણ હિસાબે ચાલુ રાખવાની જવાબદારી રાજ્ય સરકાર પર છે ત્યારે સરકારે નવા રસ્તા શોધવા પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button