સ્પોર્ટસ

આજે કયા સ્ટાર ક્રિકેટર્સને ઑક્શનમાં કોઈએ ન ખરીદ્યા?

જેદ્દાહઃ આઇપીએલના મેગા ઑક્શનમાં ફ્રૅન્ચાઇઝીઓ દ્વારા મૂળ કિંમત સામે ખેલાડીઓની થઈ રહેલી ખરીદીમાં ચરમસીમા આવી ગઈ કે નહીં એ તો આવનારા થોડા કલાકોમાં ખબર પડી જશે, પરંતુ હાલમાં સ્થિતિએ છે કે રવિવારની જેમ આજના બીજા અને છેલ્લા દિવસે પણ કેટલાક જાણીતા ખેલાડીઓને ખરીદવામાં એક પણ ટીમે રસ નથી બતાવ્યો.

રવિવારે ખાસ કરીને દેવદત્ત પડિક્કલ, ડેવિડ વૉર્નર, જૉની બેરસ્ટૉ, યશ ધુલ અને અનમોલપ્રીત સિંહ વેચાયા વિનાના રહ્યા હતા એમ આજે પણ કેટલાક નામ એવા છે જેમને ખરીદવામાં આવશે એવું મનાતું હતું, પરંતુ તેમને કોઈએ નહોતા ખરીદ્યા અને તેઓ અનસૉલ્ડ'ના ટૅગમાં મૂકવામાં આવ્યા હતા.

અજિંક્ય રહાણેએ પોતાના માટે 1.50 કરોડ રૂપિયાની મૂળ કિંમત રાખી હતી, પણ તેને એક પણ ટીમને નહોતો ખરીદ્યો. શાર્દુલ ઠાકુરે બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ રાખી હતી અને તેને મેળવવામાં હજી સુધી કોઈ પણ ટીમે નહોતો મેળવ્યો.

આપણ વાંચો: આઇપીએલ-ઑક્શનના બીજા દિવસની શરૂઆતમાં જાણો કોણ કેટલામાં ખરીદાયો…

જોકે પછીથી (ખાસ કરીને હરાજી પછીથી) તેને કોઈ પોતાની સ્ક્વૉડમાં સમાવશે તો નવાઈ નહીં લાગે. પૃથ્વી શૉએ 75 લાખ રૂપિયાની મૂળ કિંમત રાખી હતી એમ છતાં તેને એક પણ ટીમે નથી ખરીદ્યો. તાજેતરમાં રણજી ટ્રોફીમાં પૃથ્વી ફિટનેસ તેમ જ ગેરશિસ્તને લગતા વિષય બદલ ચર્ચામાં હતો.

મયંક અગરવાલને 1.00 કરોડ રૂપિયામાં કોઈએ નથી મેળવ્યો. અન્ય જે જાણીતા ખેલાડીઓઅનસૉલ્ડ’ રહ્યા એમાં કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, પીયૂષ ચાવલા, શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી, મુજીબ ઉર રહમાન, ડોનોવાન ફરેરા, શાઇ હોપ, શ્રીકાર ભરત તેમ જ ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટર ઍલેક્સ કૅરીનો સમાવેશ છે.

આપણ વાંચો: આઇપીએલ-ઑક્શનના પ્રારંભિક તબક્કામાં કોણે કોને ખરીદ્યો?

કિવી ઑલરાઉન્ડર ડેરિલ મિચલને પણ ખરીદવામાં કોઈએ રસ ન બતાવ્યો એ પણ આ હરાજીનું મોટું આશ્ચર્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button