Parliament Winter Session:સંસદનું શિયાળુ સત્ર હંગામા સાથે શરૂ થવાની શક્યતા, સરકાર બે મહત્વના બિલ રજૂ કરશે
નવી દિલ્હી : સંસદનું આજથી શરૂ થઇ રહેલું શિયાળુ સત્ર(Parliament Winter Session)પણ તોફાની રહેવાની સંભાવના છે. જેમાં સત્રના સુચારૂ સંચાલન માટે રવિવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિરોધ પક્ષોએ મણિપુર હિંસા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાની માગણી કરી છે. જો કે સરકાર સત્ર દરમિયાન વકફ સુધારો, વન નેશન-વન ઇલેક્શન જેવા 16 બિલ લાવવાનો પણ સંકેત આપ્યો છે. આમાં વકફ, વન નેશન-વન ઈલેક્શન બિલને લઈને મુખ્ય વિપક્ષી પાર્ટીઓ સાથે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે
સરકાર સત્રમાં 16 બિલ લાવશે
સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર સત્રમાં 16 બિલ લાવવાની છે. જેમાં વકફ એમેન્ડમેન્ટ બિલ અને પંજાબ કોર્ટ એમેન્ડમેન્ટ બિલનો સમાવેશ થાય છે. આ સાથે સત્ર દરમિયાન એક રાષ્ટ્ર-એક ચૂંટણી સંબંધિત બિલ પણ લાવી શકાય છે. આ અંગે સરકાર પહેલેથી જ સંકેત આપી ચૂકી છે.
જેસીપી સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસે તેનો અહેવાલ રજૂ કરશે.
રિજિજુએ કહ્યું કે સરકાર નિયમો અનુસાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. સરકાર નથી ઇચ્છતી કે ગૃહનો સમય વેડફાય. આ દરમિયાન વકફ સુધારા વિધેયક પર જગદંબિકા પાલના નેતૃત્વમાં રચાયેલ જેસીપી પણ સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસે તેનો અહેવાલ રજૂ કરશે.
મણિપુર હિંસા અને રેલ્વે અકસ્માતો પર ચર્ચાની માંગ કરી
જો કે વિપક્ષે જેપીસીને આપવામાં આવેલ સમયને વધુ લંબાવવાની માંગ કરી છે. વિપક્ષી દળોએ પણ સત્ર દરમિયાન સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી હતી. લોકસભામાં વિરોધપક્ષના ઉપ નેતા ગૌરવ ગોગોઈએ એક ઉદ્યોગગૃહ વિરુદ્ધ લાંચના આરોપો અંગે સરકારને ચર્ચા કરવાની માગણી કરી હતી. તેમણે મણિપુર હિંસા, ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણથી સર્જાયેલી ખતરનાક સ્થિતિ અને રેલ્વે અકસ્માતો પર પણ ચર્ચાની માંગ કરી હતી
Also Read – હેમંત સોરેને રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો, 28 નવેમ્બરે શપથવિધિ…
કોંગ્રેસ સહિત 30 પક્ષોના 42 નેતાઓએ ભાગ લીધો હતો
સંસદ સત્રને લઈને સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ સહિત 30 પક્ષોના 42 નેતાઓએ ભાગ લીધો હતો. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત કોંગ્રેસના નેતાઓ ગૌરવ ગોગોઈ, પ્રમોદ તિવારી અને જયરામ રમેશ, ટી શિવા, હરસિમરત કૌર બાદલ, અનુપ્રિયા પટેલ વગેરે સામેલ હતા.