મનોરંજન

Viral Video: Aishwarya Rai-Bachchanએ આરાધ્યા અને Abhishek Bachchan સાથે કરી પાર્ટી?

વિશ્વ સુંદરી અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya-Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ડિવોર્સની ચર્ચાને કારણે સતત લાઈમલાઈટમાં રહે છે. લાંબા સમયથી બંને જણ વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવું જાણવા મળી રહ્યું છે. બંનેની વચ્ચે કોઈ ત્રીજું આવી ગયું છે.

જોકે, આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ તો રામ જાણે, પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા, અભિષેકનો આરાધ્યાનો પાર્ટી કરી રહ્યા છે. ચાલો જાણીએ શું છે આ વાઈરલ વીડિયો પાછળની સચ્ચાઈ.

આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…

ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યા ત્રણેય સુંદર આઉટફિટમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે આરાધ્યા મમ્મી-પપ્પા સાથે ખૂબ જ એન્જોય કરતી જોવા મળી રહી છે અને તાળીઓ વગાડી રહી છે. ઐશ્વર્યા-અભિષેક પણ દીકરીને મજા કરતી જોઈને ખુશ થઈ રહ્યા છે. આ વીડિયો ભલે જૂનો છે, પણ યુઝર્સ આ વીડિયો પર જોરદાર રિએક્શન આપી રહ્યા છે.

એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે શું વાત છે, તમારી જોડી તો બેસ્ટ છે. બીજા યુઝરે લખ્યું સો બ્યુટીફૂલ બસ નજર ના લાગે બંનેને. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે એકદમ હેપ્પી ફેમિલી. તમે બંને તમારી દીકરી માટે ખુશ છો, પ્લીઝ ક્યારેય અલગ નહીં થતા.

આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે એ તો નથી જાણી શકાયું. પરંતુ આરાધ્યાનો લૂક જોતા એટલો ખ્યાલ આવે છે કે આ વીડિયો અત્યારનો તો નથી જ. પરંતુ ત્રણેય જણને સાથે જોઈને યુઝર્સને આનંદ જ આનંદ થઈ ગયો છે.

આપણ વાંચો: Abhishek Bachchan એ કહ્યું ઐશ્વર્યાએ મને ફોન કરવો જ પડશે નહીં તો…

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ આરાધ્યાએ 13મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ સમયે ઐશ્વર્યાએ પાર્ટીનું આયોજન કર્યું હતું, પરંતુ આ પાર્ટીમાંથી અભિષેક અને આખો બચ્ચન પરિવાર ગાયબ હતો. આ કારણે પણ ઐશ્વર્યા અને અભિષેક વચ્ચેના ભંગાણ અને ડિવોર્સની અટકળો વધારે તેજ બની છે, પરંતુ બંનેમાંથી કોઈએ કંઈ પણ ખુલીને કહ્યું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button