Maharashtra Election Result Live: ચૂંટણીના મેદાનમાં ‘બુમરાહ-રેડ્ડી’ બન્યા ફડણવીસ-શિંદે
મુંબઇઃ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના પરિણામો (Election Results) આવી રહ્યા છે. ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ પ્રચંડ બહુમતી મેળવી છે.
એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી એનસીપીના બળવાખોર નેતાઓના જૂથ સાથે મળીને ભાજપે એવી અણધારી અને કમાલની જીત મેળવી છે અને રાજકારણના ચાણક્ય સાબિત થઇ છે. આટલી ભવ્ય જીતની તો ખુદ ભાજપ કે મહાયુતિએ ખૂદ પણ કલ્પના પણ નહીં કરી હોય. મહાયુતિએ 200નો આંકડો પાર કરી લીધો છે અને વિપક્ષ મહા વિકાસ આઘાડીને ભૂંડી રીતે હરાવ્યું છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પર્થ ખાતેની પહેલી ટેસ્ટમાં નીતીશ રેડ્ડી અને જસપ્રીત બુમરાહના શાનદાર પ્રદર્શનની ચર્ચા ચાલી રહી છે. ઘરઆંગણે ન્યૂ ઝીલેન્ડ સામેની ભયાનક હાર બાદ ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં માત્ર 150 રનમાં જ આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયા સામે ટેબલ જ ફેરવી દીધું હતું.
આપણ વાંચો: વિધાનસભા ચૂંટણી પરિણામ: જાણો કોણ આગળ કોણ પાછળ
ઑસ્ટ્રેલિયાને 104 રનમાં આઉટ કરીને લીડ મેળવી લીધી છે. નીતીશ રેડ્ડી અને જસપ્રીત બુમરાહના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે આ શક્ય બન્યું હતું.
લોકસભા ચૂંટણીમાં ટીમના શાનદાર પ્રદર્શનને પગલે બહુ પોરસાઇ ગયેલી મહાવિકાસ આઘાડી (MVA)એ વિધાનસભાની ચૂંટણીમાં સાવ નિરાશાજનક સ્કોર કર્યો છે. MVA માંડ 55ના આંકડા સુધી પહોંચવા માટે પણ હવાતિયા મારી રહી છે, ત્યારે મહાયુતિ ડબલ સેંચુરી મારી દીધી છે.
હાલમાં પરિણામો દર્શાવે છે કે મહારાષ્ટ્રની રાજકીય પીચમાં બદલાતા જોડાણો છતાં, મહાયુતિ ગઠબંધનમાં ટીમવર્ક અને એકતા એમવીએ કરતાં વધુ સારી હતી. એનડીએને લોકસભાની ચૂંટણીમાં માત્ર 293 બેઠકો સુધી મર્યાદિત કરવામાં સફળ થયા પછી હરિયાણામાં ભાજપની જીતે વિપક્ષી એકતાને બરબાદ કરી દીધી હતી. એવામાં મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો પણ તેમને વધુ નિરાશ કરશે એ નક્કી જ છે.