Maharashtra Election Result Live: મહારાષ્ટ્રમાં શરૂઆતી ટ્રેન્ડમાં મહાયુતિ 32 અને એમવીએ 16 બેઠકો પર આગળ
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ આજે સવારે મતગણતરી(Maharashtra Election Result Live) શરૂ થઈ ગઈ છે. 8 વાગ્યાથી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ છે. તેમજ ત્યાર બાદ ટ્રેન્ડ આવવા લાગશે. રાજ્યની 288 બેઠકો માટે 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન થયું હતું. ખાસ વાત એ છે કે રાજ્યમાં 65 ટકાથી વધુ મતદાન સાથે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.
મહારાષ્ટ્રમાં મહાયુતિ 32 અને એમવીએ 16 બેઠકો પર
જેમાં મીડિયા અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામના શરૂઆતી ટ્રેન્ડમાં મહાયુતિ અને એમવીએ વચ્ચે કાંટાની ટક્કર છે. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન 32 સીટો પર અને કોંગ્રેસ ગઠબંધન 16 સીટો પર આગળ છે.
Also read: દેવેન્દ્ર ફડણવીસ બનશે ‘કિંગમેકર’, મોહન ભાગવત સાથે મુલાકાત બાદ CM પદની અટકળો તેજ…
પવાર પરિવારના ગઢમાંથી ભાજપ આગળ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વલણો આવવા લાગ્યા છે. જેમાં ભાજપ પુણે કેન્ટથી આગળ ચાલી રહી છે. અહીંથી પાર્ટીએ સુનીલ કાંબલેને મેદાનમાં ઉતાર્યા છે.
ટ્રેન્ડમાં એમવીએ ખાતું ખોલાવ્યું છે. જેમાં ગઢચિરોલી અને ગોંદિયા વિસ્તારમાં કોંગ્રેસ આગળ ચાલી રહી હોવાના સમાચાર છે. કોંગ્રેસ 288માંથી 101 સીટો પર ચૂંટણી લડી રહી છે. ગોંદિયા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેના પ્રભાવ હેઠળનો વિસ્તાર છે.
બે ગઠબંધન 6 મોટા નેતાઓ
મહારાષ્ટ્રમાં રાજકીય હરીફાઈ મુખ્યત્વે સત્તાધારી ગઠબંધન મહાયુતિ અને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA) વચ્ચે છે. એક તરફ, મહાગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી, મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને ડેપ્યુટી સીએમ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સામેલ છે. MVAમાં મુખ્ય પક્ષો ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT),વરિષ્ઠ નેતા શરદ પવારની NCP (SP)અને કોંગ્રેસ છે.
Also read: મંત્રાલયના ક્લર્કને થપ્પડ મારવાના કેસમાં પૂર્વ પ્રધાન નિર્દોષ…
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો મળી હતી. જ્યારે અવિભાજિત શિવસેનાને 56 બેઠકો મળી હતી. ત્યારબાદ એમવીએના બે મુખ્ય પક્ષો કોંગ્રેસને 44 બેઠકો અને અવિભાજિત NCPને 54 બેઠકો મળી હતી