44 વર્ષમાં બીજી વાર 40 રનમાં ઑસ્ટ્રેલિયાની અડધી ટીમ તંબૂ ભેગી!
પર્થઃ ઑસ્ટ્રેલિયાની ટીમે ઘરઆંગણાની ટેસ્ટ મૅચના એક દાવમાં 40 રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી હોય એવું 44 વર્ષમાં બીજી જ વખત બન્યું છે.
ભારત 49.4 ઓવરમાં 150 રનમાં ઑલઆઉટ થઈ ગયું એનો આનંદ ઑસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓમાં બહુ લાંબો નહોતો ટક્યો, કારણકે તેમણે પ્રથમ દાવમાં ભારતથી પણ ખરાબ આરંભ કર્યો હતો. ભારતે પહેલી પાંચ વિકેટ 59 રનમાં ગુમાવી હતી, જ્યારે કાંગારૂઓની અડધી ટીમ 40 રનની અંદર જ પૅવિલિયન ભેગી થઈ ગઈ હતી. 38મા રને ઑસ્ટ્રેલિયાની પાંચમી વિકેટ પડી હતી. એ પાંચમી વિકેટ મિચલ માર્શની હતી. મોહમ્મદ સિરાજે તેને કેએલ રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયામાં 72 વર્ષે પહેલી વાર એવું થયું જેમાં….
ઑસ્ટ્રેલિયાની ટીમ સાથે આવું 1980ની સાલ પછી બીજી વાર બન્યું છે. 2016માં હૉબાર્ટમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટના એક દાવમાં ઑસ્ટ્રેલિયાએ 40 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી.
ટેસ્ટના વર્લ્ડ નંબર-ટૂ બોલર હૅઝલવૂડે શુક્રવારના પ્રથમ દિવસે ચાર વિકેટ લીધી હતી એના જવાબમાં વર્લ્ડ નંબર-થ્રી બોલર જસપ્રીત બુમરાહે પણ ચાર શિકાર કર્યા હતા. રમતને અંતે ઍલેક્સ કૅરી 19 રને અને મિચલ સ્ટાર્ક છ રને રમી રહ્યો હતો.
આ પણ વાંચો: પર્થમાં પહેલા જ દિવસે ફાસ્ટ બોલર્સનું રાજઃ 217 રનમાં પડી કુલ 17 વિકેટ…
ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર નૅથન મૅક્સ્વીનીની કરીઅરની આ પહેલી ઇનિંગ્સ માત્ર 13 બૉલની હતી. તે 13મા બૉલે 10 રનના સ્કોર પર બુમરાહના બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો. ત્યાર બાદ બુમરાહે ટીમના સૌથી અનુભવી બૅટર સ્ટીવ સ્મિથને તેના પહેલા જ બૉલ પર એલબીડબ્લ્યૂમાં વિકેટ ગુમાવવા મજબૂર કર્યો હતો.
પર્થની 17 વિકેટ: ભારતના દસેદસ બૅટર થયા કૅચઆઉટ
યશસ્વી કો. મૅક્સ્વીની બો. સ્ટાર્ક…0
રાહુલ કો. કૅરી બો. સ્ટાર્ક…26
પડિક્કલ કો. કૅરી બો. હૅઝલવૂડ…0
કોહલી કો. ખ્વાજા બો. હૅઝલવૂડ…5
પંત કો. સ્મિથ બો. કમિન્સ…37
જુરેલ કો. લાબુશેન બો. માર્શ…11
વૉશિંગ્ટન કો. કૅરી બો. માર્શ…4
નીતિશ કો. ખ્વાજા બો. કમિન્સ…41
હર્ષિત કો. લાબુશેન બો. હૅઝલવૂડ…7
બુમરાહ કો. કૅરી બો. હૅઝલવૂડ…8
સિરાજ અણનમ…0
કુલ સ્કોર…49.4 ઓવરમાં 150/10
ઑસ્ટ્રેલિયાઃ પ્રથમ દાવ
ખ્વાજા કો. કોહલી બો. બુમરાહ…8
મૅક્સ્વીની એલબીડબ્લ્યૂ બો. બુમરાહ…10
લાબુશેન એલબીડબ્લ્યૂ બો. સિરાજ…2
સ્મિથ એલબીડબ્લ્યૂ બો. બુમરાહ…0
ટ્રેવિસ બો. હર્ષિત…11
માર્શ કો. રાહુલ બો. સિરાજ…6
ઍલેક્સ કૅરી નૉટઆઉટ…19
કમિન્સ કો. પંત બો. બુમરાહ…3
સ્ટાર્ક નૉટઆઉટ…6
કુલ સ્કોર…27 ઓવરમાં 67/7