આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર

રહેમાનના તલ્લાક વચ્ચે વિરાટ કોહલીની આ પૉસ્ટઃ ફેન્સ ચૂકી ગયા ધબકારા

મુંબઈઃ સંગીતના શોખિનોને સંગીતકાર એ આર રહેમાને ઝટકો આપ્યો છે. આમ તો તેમનું વ્યક્તિગત જીવન છે, પરંતુ જાહેર જીવનમાં રહેતા લોકો વિશે જાણી ફેન્સને દુઃખ થતું હોય છે. તેમના દુઃખમાં દુઃખી અને તેમના સુખમાં સુખી થતા ફેન્સ એક એક ખબર પર નજર રાખતા હોય છે.

આજકાલ સોશિયલ મીડિયાની એક પૉસ્ટ પર અફવાઓ અને અટકળો માટે કાફી છે. આવું જ બન્યું છે વિરાટ કોહલીના ફેન્સ સાથે. રહેમાનના તલ્લાકના આંચકાજનક સમાચાર વચ્ચે વિરાટ કોહલીએ એક પોસ્ટ કરી છે. આ પૉસ્ટ વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં બ્લેક ટેક્સમાં લખાયેલી છે.

વિરાટ સાથે પત્ની અનુષ્કાનો ફોટો પણ છે. પૉસ્ટની શરૂઆત જ અમે દસ વર્ષથી સાથે છીએથી થાય છે. ત્યારબાદ અમે એકબીજાથી અલગ છીએ, અમે સમય સાથે બદલાયા વગેરે વગેરે લખી ફેન્સના ધબકારા વધી જાય તેવી પોસ્ટ લખી, પંરતુ છેલ્લે ખબર પડી કે ક્રિકેટર કોહલી એક બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ કરી રહ્યો છે.

આપણ વાંચો: જાણીતા સંગીતકાર એ આર રહેમાનના 29 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત, કરી મોટી જાહેરાત

તેની આ માર્કટિંગ સ્ટાઈલ યુઝર્સને પસંદ નથી આવી અને આ રીતે પોસ્ટ ન કરતા તેમ લખી તેને મીઠો ઠપકો પણ આપ્યો છે.

આ પોસ્ટ રહેમાનના પત્ની સાયરા સાથેના 29 વર્ષના લગ્નજીવનના અંત બાદ આવી હોવાથી લોકોએ તરત બન્નેને જોડવાનું શરૂ કરી દીધું હતું.

એક તરફ બી-ટાઉનનું બેસ્ટ કપલ અભિષેક અને ઐશ્વર્યાના છૂટા થવાના સમાચારો રોાજ આવ્યા કરે છે. તેવામાં ખૂબ જ મોડેસ્ટ એવા રહેમાનના તલ્લાકની ખબરોએ ફેન્સને ધક્કો આપ્યો છે. જોકે ચિંતા ન કરશો કોહલી અને અનુષ્કાની મેરેજલાઈફ સેફ છે અને આપણે ઈચ્છીએ કે સેફ રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button