Maharashtra Election 2024 : મુંબઈ ઉપનગરમાં સાડા સાત ટકા મતદાન સાથે રાજ્યમાં આટલું મતદાન
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024) માટે મતદાન ચાલી રહ્યું છે અને સવારે 9 વાગ્યા સુધી સરેરાશ્ 6.61 ટકા મતદાન થયું છે. જેના પરથી કહી શકાય મતદાનની ગતિ ધીમી છે. રાજ્યમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારો મતદાન માટે આવી રહ્યા છે. જેમાં રાજ્યની 288 વિધાનસભા બેઠક માટે એક જ તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં જિલ્લાવાર મતદાનની ટકાવારી મુજબ મુંબઇ સહિતના વિસ્તારોમાં પણ મતદાન માટે ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્રના જિલ્લાવાર આંકડા
ચૂંટણી પંચે જાહેર કરેલા સવારે નવ વાગે સુધીના જિલ્લાવાર મતદાનના આંકડા મુજબ, અહમદનગર-5.91 ટકા, અકોલા-6.08 ટકા, અમરાવતી-6.06 ટકા, છત્રપતિ સંભાજીનગર-7.05 ટકા, બીડ-6.88 ટકા, ભંડારા-6.21 ટકા, બુલઢાણા-6.16 ટકા, ચંદ્રપુર-8.05 ટકા,ધુલે-6.79 ટકા, ગઢચિરોલી-12.33 ટકા, ગોંદિયા-7.94 ટકા,હિંગોલી-6.45 ટકા, જલગાંવ-5.85 ટકા, જાલના-7.51 ટકા, કોલ્હાપુર-7.38 ટકા, લાતુર-5.91 ટકા,મુંબઈ શહેર-6.25 ટકા જેટલું મતદાન થયું છે.
મુંબઈ ઉપનગરમાં 7.88 ટકા મતદાન
મુંબઈ ઉપનગર-7.88 ટકા, નાગપુર-6.86 ટકા, નાંદેડ-5.42 ટકા, નંદુરબાર-7.76 ટકા, નાસિક-6.89 ટકા, ઉસ્માનાબાદ-4.85 ટકા , પાલઘર-7.30 ટકા, પરભણી-6.59 ટકા, પુણે-5.53 ટકા, રાયગઢ-7.55 ટકા, રત્નાગીરી-9.30 ટકા, સાંગલી-6.14 ટકા, સતારા-5.14 ટકા , સિંધુદુર્ગ-8.61 ટકા, સોલાપુર-5.07 ટકા, થાણે-6.66 ટકા, વર્ધા-5.93 ટકા, વાશિમ-5.33 ટકા, યવતમાલ-7.17 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
મુંબઇ શહેરના મતદાન મથકોના મતદાનના આંકડા
જ્યારે મુંબઇ શહેરના મતદાન મથકો 178 ધારાવી – 04.71 ટકા,179 સાયન-કોલીવાડા – 06.52 ટકા,180 વડાલા – 06.44 ટકા,181 માહિમ – 08.14 ટકા,182 વર્લી – 03.78 ટકા,183 શિવડી – 06.12 ટકા,184 ભાયખલ્લા – 07.09 ટકા,185 મલબાર હિલ – 08.31 ટકા,186 મુંબાદેવી – 06.34 ટકા,187 કોલાબા – 05.35 ટકા મતદાન નોંધાયું છે.