લોકસભાની ચૂંટણી સહિતના કારણોને લીધે અટવાયેલી અને તાજેતરમાં રિલિઝ થયેલી ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ દર્શકોને ખાસ ગમી નથી. સત્ય ઘટનાઓ પર બનેલી ફિલ્મો દર્શકો જૂએ છે, પરંતુ આ ફિલ્મની ચર્ચા થઈ તેટલી કમાણી થઈ નથી.
ગુજરાત અને દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ એવા ગોધરાકાંડ પર આધારિત આ ફિલ્મ ચાર દિવસમાં ખાસ કંઈ કમાણી કરી શકી નથી. મીડિયા અહેવાલ અનુસાર ધ સાબરમતી રિપોર્ટએ પહેલા દિવસે રૂ. 1.25 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે કમાણીમાં અમુક ટકાનો વધારો જોવા મળ્યો હતો. ફિલ્મે બીજા દિવસે રૂ. 2.1 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે રૂ. 3 કરોડની આવક થઈ હતી. ચોથા દિવસે ‘ધ સાબરમતી રિપોર્ટ’એ રિલીઝના ચોથા દિવસે 1.10 કરોડની કમાણી કરી છે. વીક એન્ડનો ફાયદો જોઈએ તેવો ફિલ્મને મળ્યો નથી. સોમવાર તો બૉક્સ ઓફિસ ઠંડું દેખાતું હતું.
ધ કેરલા સ્ટોરી, ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મોને શરૂઆતમાં ઓછો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ વર્ડ ઓફ માઉથ પબ્લિસિટીના કારણે ફિલ્મની ભારે ચર્ચા થઈ હતી. તે પછી બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી, તેમ આ ફિલ્મને પણ બીજા અઠવાડિયે આવું કોઈ પરિબળ કામ આવી જાય તો કહેવાય નહીં. વિક્રાંત મેસીની મુખ્ય ભૂમિકા સાથેની આ ફિલ્મ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણી હતી. આ ફિલ્મમાં રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્નાની પણ મહત્વની ભૂમિકા છે.
આ પણ વાંચો…..તારક મહેતા…છોડી રહ્યા છે જેઠાલાલ? જાણો શું છે અફવા અને શું છે હકીકત
આ સાથે થિયટરોમાં હજુ ભુલ ભુલૈયા અને સિંઘમ અગેઈન પણ કમાણી કરી રહી છે.