ઇન્ટરનેશનલ

મહિલાઓને પુરુષો કરતાં ઓછો પગાર કેમ મળે છે? જવાબ આપીને નોબેલ જીત્યો…

ક્લાઉડિયા ગોલ્ડિનને 2023નું અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર મળ્યો છે. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. તેમને આ એવોર્ડ વર્ક ફોર્સ અથવા લેબર માર્કેટમાં મહિલાઓની ભાગીદારી વિશેની સમજ લોકો સુધી પહોંચાડવા માટે મળ્યો છે. ક્લાઉડિયાએ આ સવાલનો ખૂબ જ સરસ જવાબ આપ્યો હતો કે મહિલાઓને પુરૂષો કરતા ઓછો પગાર કેમ મળી રહ્યો છે.

તેમજ આખી દુનિયામાં આ ટ્રેન્ડ કેમ જોવા મળે છે? તેમજ આ સંદર્ભમાં એક પુસ્તક પણ લખ્યું હતું જેનું નામ હતું ‘કેરિયર એન્ડ ફેમિલીઃ વિમેન્સ સેન્ચ્યુરી લોંગ જર્ની ટુવર્ડ્સ ઈક્વિટી’. 1989 થી 2017 સુધી તે NBER ના યુએસ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્રોગ્રામના ડિરેક્ટર હતા. તે NBER ના ‘જેન્ડર ઇન ધ ઇકોનોમી’ જૂથની સહ-નિર્દેશક પણ છે.

ક્લાઉડિયા ગોલ્ડિન કહે છે કે સમાનતાને મોટા ભાગે નોકરીમાં સ્ત્રી અને પુરુષની કમાણી સાથે જોડીને જોવામાં આવે છે. જે સમાનતા હાંસલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે શક્ય નથી. આપણે સમજવું પડશે કે અસમાનતાનું કારણ શું છે. લિંગ એ આવકના તફાવત કરતા ઘણો મોટો તફાવત છે. અસમાનતા બે ક્ષેત્રોમાં છે. આ બે ક્ષેત્ર છે કારકિર્દી અને કુટુંબ. આ એક જ સિક્કાની બે બાજુઓ છે.

ક્લાઉડિયાના મતે જો આપણે પરિવારોમાં સમાનતા પ્રાપ્ત કરી શકીએ, તો અમારી પાસે કાર્યસ્થળે જાતિય આવક સમાનતા હાંસલ કરવાની વધુ સારી તક હશે. આ એટલા માટે છે કારણ કે બાળકો સમય લે છે. અને કરિયરમાં પણ સમય લાગે છે. જો સ્ત્રીઓ વધુ ઘરનું, બાળકોનું અને વડીલની સંભાળ રાખે છે તો તેમની પાસે તેમની કારકિર્દી માટે ઓછો સમય હોય છે. તેનો અર્થ એ કે તેઓ તેમની કારકિર્દી માટે ઓછા કલાકો આપે છે. તેઓ ટારગેટ જોબ કરવાનું પણ ટાળે છે. પરિણામે તેઓ ઓછી કમાણી કરે છે.

ક્લાઉડિયા કહે છે કે જે કર્મચારી દરેક સમયે કામ કરવા માટે તૈયાર હોય છે અને જે ઓફિસમાં ઓન-કોલ હોય છે તેને રિવર્ડ મળે છે. પણ જ્યારે તમારે ઘર અને ઓફિસની એમ બેવડી જવાબદારી હોય તેમાં પણ હંમેશા તમે ઘરમાં ઓન કોલ રહેતા જ હોય ત્યારે ઓફિસમાં હંમેશા ઓન કોલ રહેવું એટલું પોસિબલ નથી.

આમ જોઇએ તો લિંગ અસમાનતાનું બીજું પાસું દંપતીની અંદરની પણ અસમાનતા છે. આ અસમાનતાઓમાંથી બહાર નીકળવાનો માર્ગ કાર્યસ્થળની સુગમતા અને બાળ સંભાળના સમયમાં ઘટાડો જે ખરેખર શક્ય નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button