અક્ષય-જ્હોનની આ ફિલ્મ નીકળી ફ્રેંચ નાટકની કોપી! 19 વર્ષ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા
મુંબઈ: બોલિવૂડના બે એનર્જેટીક એક્ટર્સ અક્ષય કુમાર અને જોન અબ્રાહમ ત્રણ ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. ત્રણેય વખત આ જોડીએ લોકોને ભરપુર મનોરંજન પૂરું પાડ્યું છે. ‘ગરમ મસાલા’, ‘દેશી બોયઝ’ અને ‘હાઉસફુલ ત્રણેય ફિલ્મોએ દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતાં. પરંતુ હાલ વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગરમ મસાલા’ (Garam Masala film) સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
ગરમ મસાલા ફિલ્મને કલ્ટ ફિલ્મ માનવામાં આવે છે, આ એક કોમેડી ફિલ્મ હતી, જેનું દિગ્દર્શન પ્રિયદર્શને કર્યું હતું. આ ફિલ્મમાં પરેશ રાવલ, રિમી સેન, મનોજ જોશી અને રાજપાલ યાદવ પણ સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતાં.
આપણ વાંચો: અક્ષયકુમારની ફ્લોપની હારમાળા ચાલુ, જાણો ખેલ ખેલ મેંનું બોક્સ ઑફિસ કલેક્શન
વાર્તા અક્ષય કુમારના પાત્ર મેકની આસપાસ છે અને જોન અબ્રાહમે સેમનું પાત્ર ભજવ્યું છે, બંને બેચલર છે. બંને ઘણી છોકરીઓ સાથે અફેરને કારણે ફસાઈ જાય છે ત્યારે જીવનમાં મુશ્કેલીઓ શરુ થાય છે. બેક ટુ બેક જૂઠ્ઠાણાથી સમસ્યાઓ વધતી જાય છે.
આ ફિલ્મ 1992ની મલયાલમ ફિલ્મ ‘મીસા માધવન’ની રિમેક છે. જો કે ‘ગરમ મસાલા’ અને ‘મીસા માધવન’ બંને વિદેશી ફ્રેન્ચ નાટક પર આધારિત છે, આ બાબત 19 વર્ષ પછી સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે.
ફિલ્મ અને નાટક ની સરખામણી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો કહે છે કે આ ફિલ્મ પણ કોપી-પેસ્ટ નીકળી. ફ્રેન્ચ નાટકની વાત થઇ રહી છે તેનું નામ છે ‘બોઈંગ બોઈંગ’ અને અત્યાર સુધી તેની ઘણી રીમેક બની છે.