મુંબઇ : રિલાયન્સની પાવરની(Reliance Power) મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં હવે અનિલ અંબાણીની રિલાયન્સ પાવરને નકલી ડોક્યુમેન્ટ જેમાં કરાવવાના કેસમાં સોલર એનર્જી કોર્પોરેશને નોટિસ ફટકારી છે. જ્યારે રિલાયન્સ પાવરે નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. જેમાં કંપનીએ જણાવ્યું છે કે તેની સબસીડરી કંપનીઓ પ્રમાણિકતાથી કામ કર્યું છે. જ્યારે કંપની છેતરપિંડી અને ષડયંત્રનો શિકાર બની છે. આ અંગે કંપનીએ 16 ઓકટોબરના રોજ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખામાં થર્ડ પાર્ટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેના આધારે પોલીસે 11 નવેમ્બરના રોજ એફઆઇઆર નોંધી છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને ન્યાય પ્રક્રિયા અનુસરવામાં આવશે.
Also read: ડૉલર સામે રૂપિયો સાત પૈસા ગબડીને નવી નીચી સપાટીએ
સબસીડરી કંપનીઓ ષડયંત્રનો શિકાર બની
રિલાયન્સ પાવરે સ્ટોક એક્સચેન્જની ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કંપનીને 13 નવેમ્બર, 2024 ના રોજ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી શો- કોઝ નોટિસ મળી છે. આ નોટિસ પર તેની કંપનીએ તેના જવાબમાં કહ્યું કે, રિલાયન્સ પાવર અને તેની સબસીડરી કંપનીઓ ષડયંત્રનો શિકાર બની છે.
Also read: રોકાણકારોને હાશકારો; ગ્રીન સિગ્નલમાં ખુલ્યું શેર બજાર, આ શેરોમાં ઉછાળો નોંધાયો
કંપની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો
સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)એ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર ને શો- કોઝ નોટિસ ફટકારી છે. જેમાં કંપની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે કે જે બેંકની કોઈ શાખા નથી તેનો ઉપયોગ શા માટે કરી શકાય. તેમજ નકલી બેંક દસ્તાવેજો સબમિટ કરવા કંપની સામે ફોજદારી કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?