‘મહાકુંભ’માં ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે પહેલી વખત AI & ચેટબોટ્સનો થશે ઉપયોગ
પ્રયાગરાજ: મહાકુંભ 2025 ઉત્તર પ્રદેશ સરકારના વારસા અને વિકાસના વિઝનનું સૌથી મોટું ઉદાહરણ બની રહ્યું છે. એક તરફ મહાકુંભ વિશ્વની સૌથી પ્રાચીન સનાતન પરંપરાઓનું વાહક છે તો બીજી તરફ આધુનિક ટેકનોલોજી સાથે જોડાઈને વિકાસનું પ્રતિક બની રહ્યું છે. જેનું ઉદાહરણ ડિજિટલ મહાકુંભ તેનું સીધું ઉદાહરણ બન્યું છે, જેમાં પહેલી વખત એઆઈ અને ચેટબોટ્સ (AI & Chatbots) જેવી અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શ્રદ્ધાળુઓને વિશ્વસ્તરીય સુવિધાઓ પ્રદાન કરશે.
આજથી 15 મહિના બાદ થનારા આ સૌથી મોટા મેળાની તૈયારીઓ શરૂ…
ભાષા અવરોધરુપ નહીં બને
કુંભ સહાયક AI-આધારિત ચેટબોટ મહાકુંભ 2025ના મુખ્ય આકર્ષણોમાંનું એક છે. આ ખાસ ચેટબોટનો ઉદ્દેશ્ય ડિજિટલ માધ્યમ દ્વારા લાખો ભક્તોને કુંભ સંબંધિત માહિતી પૂરી પાડવાનો છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ચેટબોટ 10થી વધુ ભાષામાં વાત કરી શકે છે, જેના કારણે ભારતીય રાજ્યો અને વિદેશમાંથી આવતા ભક્તોને ભાષાનો કોઈ અવરોધ નહીં આવે. વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટે આ એપ્લિકેશનને મહાકુંભ એપ અને વોટ્સએપ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
નેવિગેશનના વિકલ્પનો સમાવેશ
આ ચેટબોટ માત્ર માહિતી જ નહીં આપે પરંતુ ભક્તોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે માર્ગદર્શન પણ આપશે. તેમાં ગૂગલ નેવિગેશનનો વિકલ્પ શામેલ કરવામાં આવ્યો છે, જે સ્નાન ઘાટ, અખાડાઓ, મંદિરો અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો સુધી પહોંચવાનું સરળ બનાવશે. વધુમાં, તે વ્યક્તિગત GIFs અને ઇન્ટરેક્ટિવ સુવિધાઓ દ્વારા ભક્તોને વ્યક્તિગત અનુભવ આપવા સક્ષમ છે.
10 ભાષાઓમાં ઉપલબ્ધ
ચેટબોટ ભાશિની એપ દ્વારા હિન્દી અને અંગ્રેજી સહિત 10થી વધુ ભાષાઓમાં મહાકુંભ સંબંધિત તમામ માહિતી પ્રદાન કરશે. આ ચેટબોટ ભક્તોને અરસપરસ વાતચીત દ્વારા ટેક્સ્ટ અને વોઇસ બંને દ્વારા માહિતી પ્રદાન કરશે. ચેટબોટ દ્વારા, તે તમને મહાકુંભના ઇતિહાસ અને પરંપરાઓ સહિત સાધુઓ, સંન્યાસીઓ, અખાડા, સ્નાન ઘાટ, તિથિઓ, માર્ગો, પાર્કિંગ સ્થાનો, રહેવાની જગ્યાઓ સહિતની તમામ માહિતી પ્રદાન કરશે.
ચેટબોટમાં સુવિધાઓ વિશે હશે માહિતી
આ સાથે જ આ ચેટબોટ દ્વારા સરકારી ટૂર પેકેજ, હોમ સ્ટે, હોટલ અને અન્ય માન્ય મુસાફરી સુવિધાઓ વિશેની માહિતી પણ ઉપલબ્ધ હશે, તેમાં મુખ્ય પ્રવાસન સ્થળો, રેલ્વે સ્ટેશનો અને પ્રયાગરાજના બસ સ્ટેન્ડ સુધી પહોંચવાના દિશા નિર્દેશો પણ સામેલ છે. આ માત્ર સ્થાનિક પ્રવાસીઓ માટે જ નહીં પરંતુ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે પણ ઉપયોગી સાધન સાબિત થશે.