નેશનલ

વૈષ્ણો દેવી દર્શન જતાં શ્રદ્ધાળુઓને આ રાજ્ય સરકાર આપશે રૂ. 5000ની સહાય, જાણો વિગત

નવી દિલ્હીઃ કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસે વિપક્ષના મુસ્લિમ તુષ્ટિકરણને લઈ આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન સિદ્ધારમૈયા સરકારે મોટો ફેંસલો કર્યો છે. રાજ્યમાંથી વૈષ્ણો દેવી દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓને રૂ.5000 નાણાંકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કર્ણાટક સરકારે રાજ્ય સંચાલિત હિન્દુ મંદિરોની સંપત્તિઓનું રક્ષણ કરવા, કોઈપણ અતિક્રમણ દૂર કરવા અને તેની જાળવણી માટે નાણાકીય સહાય આપવાનો પણ નિર્ણય લીધો છે.

સરકારે રાજ્ય સંચાલિત મંદિરોમાં વિવિધ યોજનાઓ (ધાર્મિક અથવા સામાજિક હેતુઓ માટે આપવામાં આવતી અનુદાન) વિશે સાઇનબોર્ડ લગાવવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત મંદિરોમાં આપવામાં આવતા રોકડ દાનનો ઉપયોગ માત્ર તે જ મંદિરો માટે કરવા માટે એક સ્પષ્ટ જાહેરાત બોર્ડની પણ રચના કરવામાં આવશે.

કર્ણાટકના મંત્રી રામલિંગા રેડ્ડીની અધ્યક્ષતામાં રાજ્ય ધર્મિકા પરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કર્ણાટક સરકાર કાશી, ગયા અને દક્ષિણ ભારતના તીર્થસ્થાનોની મુલાકાત લેનારા ભક્તોને પહેલેથી જ આર્થિક સહાય પૂરી પાડી રહી છે.

આપણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેએ કરી કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારની ટીકા

આ ઉપરાંત રાજ્ય સરકારે જાહેર બાંધકામ કાર્યોમાં મુસ્લિમોને અનામત આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ અનામત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયોને આપવામાં આવતા અનામત જેવી જ હશે. સૂત્રોનું કહેવું છે કે એક કરોડ રૂપિયા સુધીના બાંધકામના કામો માટે દરખાસ્ત છે.

અગાઉ રાજ્ય સરકારે સરકારી કોન્ટ્રાક્ટમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને કેટલીક પછાત જાતિઓને 24 ટકા અનામત આપી હતી. કર્ણાટક સરકારના આ પગલાં રાજ્યમાં ધાર્મિક તટસ્થતા તરફ રાજકીય સંદેશ મોકલવાનો પ્રયાસ છે, જ્યારે વિપક્ષ તેને વોટબેંકની રાજનીતિ તરીકે જોઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button