આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

યોગીના નારા અંગે ભાજપના વધુ એક નેતાએ વ્યક્ત કરી નારાજગીઃ જાણો શું કહ્યું?

નાંદેડ: મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly Election)ની ચૂંટણીને લઈને યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું સ્લોગન (બટેંગે તો કટેંગે) અત્યારે વિવાદનું કારણ બન્યો છે. આ સ્લોગનને પંકજા મૂંડેએ ટેકો નહીં આપતા હોવાનું નિવેદન આપ્યા પછી વધુ એક નેતાએ નિવેદનને વખોડ્યું હતું.

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કહ્યું છે કે ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર અપમાનાસ્પદ છે અને લોકોને એ ખૂંચશે. અશોક ચવ્હાણે એમ પણ કહ્યું હતું કે તેઓ ‘વોટ જેહાદ – ધર્મયુદ્ધ’ જેવી વાક્ચાતુર્યને વધુ મહત્વ નથી આપતા, કારણ કે ભાજપ અને શાસક મહાયુતિની નીતિ દેશ અને મહારાષ્ટ્રના વિકાસને પ્રાધાન્ય આપે છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા યોગી આદિત્યનાથ 20 નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાની સભાઓમાં ‘બટેંગે તો કટેંગે’ના નારા લગાવી રહ્યા છે.

આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની મોટી કાર્યવાહી, 40 બળવાખોરોને હાંકી કાઢ્યા

આ નારો વાંધાજનક

આ વિશે પૂછવામાં આવતા ચવ્હાણે કહ્યું હતું કે ‘આ (સૂત્ર)ની કોઈ પ્રાસંગિકતા નથી. ચૂંટણી સમયે સૂત્રો આપવામાં આવે છે. આ સૂત્ર વાંધાજનક છે અને લોકોને એ નહીં ગમે. વ્યક્તિગત રીતે હું આવા નારાઓની તરફેણ નથી કરતો.’ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ‘વોટ જેહાદ’નો સામનો મતના ‘ધર્મ-યુદ્ધ’ દ્વારા થવો જોઈએ.

બહુમતીથી સરકાર બનાવીશું

288 સભ્યોની વિધાનસભામાં મહાયુતિ કેટલી બેઠકો જીતશે તે અંગે ચવ્હાણે કહ્યું હતું કે તેમણે રાજ્યના કેટલાક ભાગોની જ મુલાકાત લીધી છે પણ ‘અમે આસાનીથી બહુમતી મેળવી સરકાર બનાવીશું’ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આદર્શ કૌભાંડને કારણે આપ્યું હતું રાજીનામું

કોંગ્રેસમાંથી ભાજપમાં ફેરબદલ કરવા અંગે પૂછવામાં આવતા ચવ્હાણે 2008થી 2010 સુધીના રાજકીય ઘટનાક્રમને તેમની પીડા માટે જવાબદાર ઠેરવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં આદર્શ આવાસ કૌભાંડને કારણે ચવ્હાણે 2010માં રાજ્યના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker