શનિ 24 કલાક બાદ થશે માર્ગી, સાત રાશિના જાતકોનો શરૂ થશે સોનેરી સમય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની હિલચાલ અને એનાથી વિવિધ રાશિના જાતકો પર શું અસર જોવા મળશે એના વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. 24 કલાક બાદ એટલે કે 15મી નવેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ છે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ. આ દિવસે કાર્તિકી પૂર્ણિમા પણ છે અને એ જ દિવસે ન્યાયના દેવતા શનિ કુંભ રાશિમાં માર્ગી પણ થઈ રહ્યા છે.
15મી નવેમ્બરથી શનિદેવ કુંભમાં સીધી ચાલ ચલશે, જેને કારણે અમુક રાશિના જાતકો માટે તે લાભદાયી રહેશે.
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 15મી નવેમ્બરના શનિ સાંજે 5.09 કલાકે કુંભમાં માર્ગી થશે અને એને કારણે સાત રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને દરેક કામમાં સફળતા મળી રહી છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ
મેષ રાશિના જાતકો માટે શનિની આ સીધી ચાલ શુભ પરિણામો આપશે. 15મી નવેમ્બરથી આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. કરિયરમાં પણ સફળતા મળી રહી છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન વગેરે મળી શકે છે. વિદેશ યાત્રા પર જવાના યોગ પણ બની રહ્યા છે. દરેક કામમાં સફળતા મળશે.
વૃષભઃ
આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા જોવા મળશે. શનિ માર્ગી થતાં જ આ રાશિના જાતકોના જીવનમાં અનેક સારા અને સકારાત્મક ફેરફારો જોવા મળશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતો માટે પણ સારો સમય હશે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કામના સ્થળે નવી ઓળખ મળી શકે છે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવાથી લાભ જ લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને સારા સમાચાર સાંભળવા મળશે. વેપારમાં પણ મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધારે સારી રહેશે. પારિવારિક સંબંધોમાં પણ મીઠાશ જળવાઈ રહેશે.
કન્યાઃ
આ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું ફાયદાકારક સાબિત થશે. ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યમાં સફળતા મળશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. શનિદેવની આ રાશિના જાતકો પર વિશેષ કૃપા જોવા મળશે. વેપાર કરી રહેલાં લોકો માટે પણ પ્રગતિના નવા નવા દ્વાર ખુલી રહ્યા છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું લાભદાયક રહેવાનો છે. જીવનમાં ખુશહાલીઓ આવશે. માનસિક ચિંતામાંથી મુક્તિ મળી રહી છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે. સમાજમાં નવી ઓળખ ઊભી થશે. પરિવારની મદદથી પ્રગતિના નવા નવા શિખરો સર કરશો.
ધનઃ
ધન રાશિના જાતકો માટે શનિ માર્ગી થઈને જીવનમાં સફળતા અને સકારાત્મક્તા લઈને આવશે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધારે સારી રહેશે. સમાજમાં નવી ઓળભ ઊભી થશે, જેનાથી ભવિષ્યમાં લાભ થશે. કારકિર્દીમાં તેમ જ વેપાર-ધંધામાં પણ લાભ થવાના યોગ બની રહ્યા છે.
કુંભઃ
કુંભ રાશિના જાતકોને તો શનિનું કુંભ રાશિમાં જ માર્ગી થઈને વિશેષ લાભ થઈ રહ્યા છે. વેપાર અને નોકરીમાં લાભ થઈ રહ્યો છે. કુંભ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. સામાજિક વર્તુળમાં પણ નવી ઓળખ પ્રસ્થાપિત થશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થતાં ખુશીનો પાર નહીં રહે.