તસવીરની આરપાર : ભારતભરમાં સુપ્રભાતે પીવાતી ‘ચા’ સમષ્ટિગત પીણું બની ગયું છે
-ભાટી એન.
કાઠિયાવાડમાં ‘ચા’ નિત્ય સુપ્રભાતે મોસ્ટ ઓફ પીવે છે…! ઘરની ચા માપસરની હોય, પણ સૌરાષ્ટ્રના લારી-ગલ્લા પર જાવ તો અહીં ભરવાડ જ્ઞાતિના ભાઈઓને ‘ચા’નો ધંધો સારી રીતે ફાવી ગયો છે. પોતે ગૌપાલક હોવાથી ભેંસું તો ઘરની હોય આથી દૂધ વેચવાની કડાકૂટ નહીં તે દૂધ પોતાની દુકાને વાપરે જેથી સારી ક્વૉલિટીનું દૂધ હોય, આથી આખા દૂધની કડક-મીઠી ‘ચા’ બધાને કોઠે પડી ગઈ છે. અહીં ‘ચા’ માટે મોટા તપેલામાં ઘાણો મૂકે ને ખૂબ જ ઉકાળે…! તે માટે મોટો ચમચો રાખે જેથી ચા હલાવવામાં અનુકૂળતા રહે…! અને તે બરાબર પકવેલ જાણે દૂધપાક જેવી મીઠ્ઠી મધુર ચા પીઓ ત્યાં ચા માથે તર જામી જાય…! હવે તો ‘ખેતલાઆપા ‘ચા’ની નવી ઓળખ ઊભી કરી છે.
તસવીરની આરપાર : ગોંડલ રેલવે સ્ટેશન ભગવતસિંહજી બાપુની દુરંદેશીનું પ્રતિબિંબ છે…
તેમની બ્રાંચ આખા ગુજરાતમાં લગભગ જોવા મળે છે. વાંકાનેરમાં ‘ચા’નો ધંધો કરતા કાનાભાઈ ગમારા (ભરવાડ) કનૈયા ટી સ્ટોલવાળા કહે છે કે અમો ભેંસના આખા દૂધની ‘ચા’ બનાવીએ છીએ ને માત્ર ૧૦ રૂપિયામાં અડધી ચા આપીએ છીએ અમો નજીવા નફે પણ ગ્રાહકને એક નંબરની કડક-મીઠ્ઠી ચા આપીએ છીએ.
‘ચા’ તો મહેમાનગતિ માટે ચા (પ્રેમ)થી એકબીજાને પિવરાવે છે. મોજથી ચા પીને વાતોના ગપાટા મારવા કે સમય પસાર કરવા સ્ફૂર્તિદાયક પીણું છે. સૌરાષ્ટ્રમાં ‘અકિલા’ સાંધ્ય દૈનિકે પોતાનું સ્લોગન લખ્યું છે કે “સવારે ચા સાંજે અકિલા ચાની દુકાનો કાઠિયાવાડમાં રોડ રસ્તે જોવા મળશે. આવી ‘ચા’ના ઈતિહાસ પર દૃષ્ટિગોચર કરીએ.
૧૬મી સદીમાં પ્રથમ વાર ચીનમાં ‘ચા’ ચીનના હકીમો દર્દીને શક્તિ આપવા, જુસ્સો ચઢાવવા દવા તરીકે આપતા હતા, ૧૭મી સદીમાં બ્રિટનમાં ચાનો વપરાશ શરૂ થયો ત્યાંથી ભારતમાં ચાનું આગમન થયું. ચાના છોડને આસામ અને કુર્ગ (તામિલનાડુ)નું હવામાન અનુકૂળ આવી ગયું.
આ પણ વાંચો: તસવીરની આરપાર: ભંગેશ્ર્વર મહાદેવ મંદિરે સાચુકલા શંકર-પાર્વતીનાં વિવાહ થયા…!
આ પહેલાં ચા ચીનથી આવતી અને ત્યાર બાદ બ્રિટનથી. અત્યારે આખી દુનિયામાં ભારતની ચા જાય છે..! આખી દુનિયાની ઉત્પન્ન થતી ચામાં ૩૨ ટકા ભારતની ચા વપરાય છે…! આ બિઝનેસ વિરાટ છે, ૧૦,૦૦૦ કરોડનો છે..!
આખી દુનિયામાં જે ચા પીએ છે તેની જાત અને પ્રકાર: ચાના છોડનાં પાંદડાંમાંથી ચા બનાવવામાં આવે છે. તે ચા જે દેશમાંથી આવે છે તે પ્રમાણે પ્રકાર ગણીએ તો ઈન્ડિયા ટી, ચાઈના ટી મુખ્ય છે અને હાઈબ્રીડ ટી ગણાય છે! આ ત્રણ પ્રકારની જાતો મુખ્ય ગણાય છે. ચામાં બ્લેક ટી, ગ્રીન ટી, વ્હાઈટ ટી, હર્બલ ટી, ઓલોંગ ટી, બ્લેક ટી:- દેખાવમાં અને રંગમાં કાળી અથવા આછી સફેદ છાંટવાળી ચા એટલે બ્લેક ટી જે ચાની બધી જાતો કરતાં આખી દુનિયામાં ૯૦ ટકા વપરાય છે…! ચાનાં લીલાં પાંદડાંને સૌથી વધારે પ્રમાણમાં ઑક્સીડાઈઝ કરીને કાળી ચા બનાવવામાં આવે છે.
આ પણ વાંચો: કવિ રમેશ પારેખના લીલાછમ અમરેલીનો મહેલ, ગાયકવાડી ઈતિહાસ જાણો
ગ્રીન ટી:- ચાનાં લીલાં પાંદડાંને ચૂંટીને તેને ખુલ્લાં રાખી ઑક્સીડાઈઝ કરવાને બદલે તેને ઓવનમાં રાખીને તેને ડી હાઈડ્રેટ કરવામાં આવે છે. ગ્રીન ટી (લીલી ચા) ચા પીવાથી આરોગ્યના ઘણા લાભ થાય છે.
વ્હાઈટ ટી:- ઓછામાં ઓછી જાણીતી વપરાતી સફેદ (વ્હાઈટ) ટી ચાના છોડનાં પાંદડાં પૂરાં ખૂલે તે પહેલાં તેના ‘બડઝ’ની ઉપર સફેદ રંગ હોવાથી વ્હાઈટ ટી તરીકે ઓળખાય છે.
હર્બલ ટી:- જેમાં ચાના છોડનાં ફૂલ, થડ, ડાળી, મૂળ, બી પાંદડાંને સૂકવી નાખી તેનો દવા તરીકે ઉપયોગ થાય છે.
ઓલોંગ ટી:- આ પ્રકારની ચાને ચાઈનીઝ ટી પણ કહે છે. ખાસ પ્રકારની પ્રોસેસથી તે બનાવામાં આવે છે. ચાનાં પાંદડાંને સૂકવી નાખી ઓક્સીડાઈઝ કરવામાં આવે છે. આ પ્રકારની ચા તેના ખાસ છોડ ‘કલ્ટીવાઝ’ કરવામાં આવે છે.
આવી યુનિવર્સલ પીણું ચાની અસંખ્ય જાતો આવે છે. આરોગ્યને ફાયદો કરે તેવા ‘થીઆફલેવીન’ જે કાળી ચામાં છે. તો સુપ્રભાતે ચા પીને મોજ આખું ભારત કરે છે.