Lawrence Bishnoi ગેંગ વિરુદ્ધ કરણી સેનાએ મોરચો માંડ્યો, હવે આ જાહેરાત કરી
અમદાવાદ : મહારાષ્ટ્રમાં એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યાથી ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)અને તેની ગેંગ માટે ક્ષત્રિય કરણી સેના પડકાર બની રહી છે. જેમાં ક્ષત્રિય કરણી સેનાના વડા ડૉ.રાજ શેખાવતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર માટે 1 કરોડ 11 લાખ 11 હજાર 11 રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. હવે ક્ષત્રિય કરણી સેનાના વડા ડો.રાજ શેખાવતે સમગ્ર લોરેન્સ ગેંગ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
5 ડિસેમ્બરના રોજ ક્ષત્રિય કરણી સેનાએ મોટા કાર્યક્રમની જાહેરાત કરી
ક્ષત્રિય કરણી સેનાના વડા રાજ શેખાવતે પોતાના નવા વીડિયો મેસેજમાં રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. શેખાવતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગના અન્ય સભ્યોને આતંકવાદી કહીને સંબોધ્યા છે. રાજ શેખાવતે આ જાહેરાત
રાષ્ટ્રિય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની પ્રથમ પુણ્યતિથિ પહેલા કરી છે.
સુખદેવ સિંહ ગોગામેડીની 5મી ડિસેમ્બર 2023ના રોજ હત્યા કરવામાં આવી હતી. જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જયારે 5 ડિસેમ્બર 2024ના રોજ ક્ષત્રિય કરણી સેનાએ મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે.
લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર માટે જાહેર કરાયેલી ઈનામની રકમ પર અડગ
આપણ વાંચો: પંજાબ પોલીસની લોરેન્સ બિશ્નોઈ સાથે સાંઠગાંઠ! હાઈ કોર્ટે પંજાબ પોલીસને આપ્યો ઠપકો
ડો.રાજ શેખાવતે વીડિયો સંદેશમાં કહ્યું છે કે અમર શહીદ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ ઇનામ માત્ર લોરેન્સ બિશ્નોઈને મારવામાં પર જ કેમ આપવામાં આવે? શેખાવતે કહ્યું છે કે તે લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર માટે જાહેર કરાયેલી ઈનામની રકમ પર અડગ છે.
આ ઉપરાંત ભવિષ્યમાં પણ તે યથાવત રહેશે. શેખાવતે ફેસબુક પર લખ્યું છે કે હવે આતંકવાદીઓ અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, રોહિત ગોદારા, સંપત નેહરા અને વીરેન્દ્ર ચરણનો વારો છે. જેમણે ગેંગની આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપ્યો હતો. ક્ષત્રિય કરણી સેના દ્વારા આ
આતંકવાદીઓની હત્યા માટે રોકડ ઈનામ જાહેર કરવામાં આવે છે.
ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારા પર 51-51 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત
શેખાવતે કહ્યું છે કે જે કોઈ તેમને મારશે તેને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. શેખાવતે અનમોલ બિશ્નોઈ પર એક કરોડ રૂપિયા, ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારા પર 51-51 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. શેખાવતે ગેંગસ્ટર સંપત નેહરા પર 21 લાખ રૂપિયા અને વીરેન્દ્ર ચરણના એન્કાઉન્ટર પર એટલી જ રકમની ઈનામની જાહેરાત કરી છે. શેખાવતે કહ્યું છે કે જો અમર શહીદ સુખદેવ સિંહ ગોગામેડી જીના હત્યારા અને કાવતરાખોરોની હત્યા કરવામાં આવશે તો ક્ષત્રિય કરણી સેના રોકડ ઈનામ આપશે.