આપણું ગુજરાત

Gujarat નમો લક્ષ્મી યોજના હેઠળ સાત લાખ વિદ્યાર્થીનીઓને આટલા કરોડની સહાય ચૂકવાઈ

અમદાવાદઃ ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે બે નવી યોજના “નમો લક્ષ્મી” (Namo Laxmi Yojana) અને “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના” યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યાર સુધીમાં સાત લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂપિયા174 કરોડથી વધુની સહાય જ્યારે નમો સરસ્વતી યોજના હેઠળ એક લાખથી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત રૂપિયા 40 કરોડથી વધુની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવાઈ છે. આ બંને યોજનાઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

નમો લક્ષ્મી યોજના

ગુજરાતના આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગની દિકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ રૂ. 50 હજારની સહાય આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત  ધોરણ 9 અને 10માં અભ્યાસ દરમિયાન માસિક રૂ. 500 લેખે કુલ 10 મહિનામાં રૂ. 10 હજાર તથા ધોરણ 10માં ઉતીર્ણ થયા બાદ રૂ. 10 હજાર આપવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીનીઓને માસિક રૂપિયા 750 લેખે કુલ 10 મહિનામાં રૂપિયા 15 હજારની સહાય તથા ધોરણ 12માં ઉતીર્ણ થયા બાદ રૂપિયા પાંચ હજારની સહાય આપવામાં આવે છે આ માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂપિયા 1250 કરોડનું બજેટ ફાળવ્યું છે.

નમો સરસ્વતી યોજના

21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઈ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવે છે. ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ ખુબ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા આ યોજના અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ એક લાખથી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત રૂપિયા 40 કરોડથી વધુની સહાય ચુકવાઈ છે.

 રાજ્ય સરકારે રૂપિયા 250 કરોડનું બજેટ ફાળવ્યું

આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ-11માં માસિક રૂપિયા 1000 લેખે કુલ 10 મહિનામાં રૂપિયા 10 હજાર અને ધોરણ-12માં માસિક રૂપિયા 1000 લેખે કુલ 10 મહિનામાં રૂપિયા 10 હજારની સહાય ચૂકવાય છે. ધોરણ 12માં ઉતીર્ણ થયા બાદ પાંચ હજાર મળીને કુલ રૂપિયા ૨૫ હજારની સહાય આપવામાં આવે છે. આ માટે ચાલુ વર્ષે રાજ્ય સરકારે રૂપિયા 250 કરોડનું બજેટ ફાળવ્યું છે.

આ બંને યોજનાનો લાભ મેળવવા અરજદાર વિદ્યાર્થીની અરજી ઓનલાઈન તેમની શાળા દ્વારા જ કરવામાં આવે છે. લાભાર્થીને સહાયની ચૂકવણી સીધી જ લાભાર્થીના માતાના બેન્ક ખાતામાં DBTના માધ્યમથી જમા કરાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker