ઇન્ટરનેશનલ

યુક્રેને રશિયા પર કર્યો હુમલો, હથિયારના કારખાનાને બનાવ્યું નિશાન

Russia-Ukraine War: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ચૂંટણી જીત્યા બાદ યુક્રેને રશિયાના (Russia Ukraine conflict) હથિયાર ડેપો પર મોટો ડ્રોન હુમલો કર્યો હતો. યુક્રેને ડ્રોનથી મધ્ય રશિયામાં આવેલા હથિયારના કારખાના પર હુમલો કર્યો હતો. મૉસ્કોથી લગભગ 200 કિમી દૂર આવેલા કારખાનામાં મોટા પ્રમાણમાં દારૂગોળો અને હથિયારો હતા. આ હુમલો યુક્રેન સામે મૉસ્કોના યુદ્ધનું સમર્થન કરનારા કારખાનાને ટાર્ગેટ કરવાની રણનીતિનો હિસ્સો હતો.

યુક્રેનનો હુમલો કરવાનો હેતુ રશિયાની ક્ષમતાને ઓછી કરવાનો હતો. રશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, તેમની સેનાએ યુક્રેનના 50 ડ્રોનને તોડી પાડ્યા હતા. રશિયા સામે યુદ્ધ 1000 દિવસ નજીક પહોંચી રહ્યું છે ત્યારે યુક્રેન તેનાથી વધારે સારા હથિયાર ધરાવતાં દુશ્મન દેશ સામે યુદ્ધના મેદાનમાં પીછેહઠ કરી રહ્યું છે.

આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેને રશિયા પર કર્યો ઘાતક હુમલો, પહોંચાડ્યું મોટું નુકસાન

યુક્રેનના અધિકારીઓના કહેવા મુજબ, રશિયામાં સૈન્ય સુવિધાઓ, ગોડાઉનો અને હવાઈ ક્ષેત્રો પર હુમલાથી રશિયાને સૈનિકોની ઘટ પડશે. ઉપરાતં યુક્રેનને યુદ્ધના મોરચે થોડી મદદ મળશે. યુક્રેનના સુરક્ષા અધિકારીઓ અનુસાર સપ્ટેમ્બર પછીથી યુક્રેન અને યુક્રેનમાં બનેલા લાંબા અંતરના ડ્રોન સાથે રશિયામાં અનેક દારૂગોળાના ગોડાઉનો પર હુમલો કરવામાં આવ્યો છે.

તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધ મામલે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરવા તૈયારી દર્શાવી હતી. પુતિનના પ્રવક્તાને મીડિયા બ્રીફિંગમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, શું અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સાથે વાત કરવાની પુતિનની ઈચ્છા તેની માંગ બદલાઈ હોવાનું સૂચવે છ? જેનો જવાબ આપતાં તેમણે કહ્યું, રાષ્ટ્રપતિ પુતિને ક્યારેય નથી કહ્યું કે વિશેષ સૈન્ય અભિયાનનું લક્ષ્ય બદલાઈ રહ્યું છે. ઉપરાંત તેમણે વારંવારં કહ્યું છે કે આ માંગ નહીં બદલાય. પુતિને થોડા મહિના પહેલા યુદ્ધની સમાપ્તિ માટે તેની કેટલીક શરતો રાખી હતી. જેમાં યુક્રેન સૌથી પહેલા નાટો મહત્વાકાંક્ષા છોડવી પડશે તેવી હતી. ઉપરાંત રશિયા દ્વારા કરવામાં આવેલા ચાર ક્ષેત્રોમાંથી તેની સેના પરત લેવી પડશે તેવી હતી. પરંતુ યુક્રેન આ શરત ફગાવી ચૂક્યું છે.

આ પણ વાંચો: રશિયા – યુક્રેન વોર વધુ ભીષણ બનશે

રશિયાની આ શરતો પર પ્રતિક્રિયા આપતાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, આવું કરવું મૉસ્કો સામે આત્મસમર્પણ કરવા બરાબર હશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા પર એક વિજય યોજના બનાવી છે, જેમાં પશ્ચિમથી વધારાનું સૈન્ય સમર્થન મળે તેવી વિનંતી કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે યુક્રેન માટે અમેરિકન સૈન્ય અને વધારાની નાણાંકીય સહાય આપવાની આલોચના કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો સત્તામાં આવશે તો 24 કલાકની અંદર યુદ્ધ સમાપ્ત કરી શકે છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ ઝેલેન્સ્કીએ તેમને અભિનંદન પાઠવીને કહ્યું કે, અમેરિકા યુદ્ધ જલદી ખતમ કરવાની યોજના કેવી રીતે બનાવી રહ્યું છે તે ખબર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker