નેશનલ

Rajasthan: બાબા બાગેશ્વરની કથામાં VIP પાસ ધારકોને પ્રવેશ ન મળતાં મચી ભાગદોડ, અનેક લોકો થયા ઘાયલ

ભીલવાડાઃ રાજસ્થાનના ભીલવાડામાં બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં વીઆઈપી ગેટ પર પ્રવેશને લઈ ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો પાસે વીઆઈપી પાસ હોવા છતાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.

આ દરમિયાન લોકો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે માથાકૂટ બાદ ભાગદોડ જેવી હાલત થઈ હતી. તેમાં અનેક મહિલાઓ ઘાયલ થઈ હતી. લોકોએ આયોજકોએ વીઆઈપી પાસ આપીને પણ વ્યવસ્થા નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો.

આપણ વાંચો: હિંદુઓ એક્તા દર્શાવશે તો…. જાણો શું બોલ્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી

ઘાયલોએ શું કહ્યું

ઘાયલોએ કહ્યું, અમારી પાસે વીઆઈપી પાસ છે. પરંતુ જ્યારે અમે અંદર ગયા ત્યારે બહાર કાઢી મૂકવામાં આવ્યા. તેના કારણે થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો વીઆઈપીમાં બેસવાની જગ્યા નહોતી તો આટલા પાસ કેમ આપ્યાં. જો અમારો જીવ ગયો હોત તો જવાબદાર કોણ. પોલીસે પણ અમારી સાથે ગેરવર્તન કર્યું છે.

કથા સમિતિના સંયોજકે શું કહ્યું?

કથા સમિતિના સંયોજક આશીષે કહ્યું કે, અમે પાસ બનાવી રહ્યા છીએ પરંતુ અનેક લોકોએ તેના ડુપ્લીકેટ પાસ બનાવી લીધા હતા. જેથી અમારે તેમને અંદર જતા રોકડવા પડ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button