ભારત મૂળના ઉષા ચિલકુરી વાઈટ હાઉસમાં નહીં, પણ પતિ સાથે આલીશાન મહેલમાં રહેશે
US Vice President Mension: અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર (US president resident) નિવાસ સ્થાનનું નામ વ્હાઈટ હાઉસ (white house) છે. અહીં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત છે. અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આ નિવાસ સ્થાનની ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ ઉપરાષ્ટ્રપતિના નિવાસ (US vice president house) સ્થાનની કોઈ જગ્યા ફિક્સ નથી.
આ પાછળનું કારણ તેમને કોઈ સત્તાવાર નિવાસ સ્થાન મળ્યું નથી. અમેરિકાના નવા ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા જેડી વેંસ તથા તેમના ભારતીય મૂળના (indian origin) પત્ની ઉષા ચિલકુરી વેંસ ક્યાં રહેશે તે જાણવા સૌ આતુર છે.
વ્હાઈટ હાઉસની સત્તાવાર વેબસાઇટ મુજબ, ઉપરાષ્ટ્રપતિ જે સ્થાને રહે છે તે સૌથી જૂની વૈજ્ઞાનિક એજન્સી પૈકીની એક યુએસ નેવલ ઑબ્ઝર્વેટરીના મેદાનમાં છે. વૉશિંગ્ટન ડીસી સ્થિત આ ઘરને 1893માં યૂએસ નેવલ ઑબ્ઝર્વેટરીના અધિક્ષક માટે બનાવવામાં આવ્યું હતું.
આપણ વાંચો: અમેરિકન પ્રમુખે વ્હાઇટ હાઉસમાં ઉજવી તેમની છેલ્લી દિવાળી
ઈતિહાસ પર નજર કરવામાં આવે તો અમેરિકાના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તેઓ ખુદના ઘરમાં રહેતા હતા. પરંતુ સમય પસાર થતાં ઉપરાષ્ટ્રપતિ માટે પણ સત્તાવાર નિવાસ સ્થાન બનાવવાની જરૂરિયાત ઉભી થઈ હતી. 1974માં નંબર વન ઑબ્ઝર્વેટરી સર્કલના ઘરના કોંગ્રેસે અપડેટ કર્યું અને તેને ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસ સ્થાન તરીકે બનાવવામાં આવ્યું. ત્રણ વર્ષ બાદ 1977માં વાલ્ટર મોંડેલ અહીંયા રહેનારા પ્રથમ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બન્યા. તેઓ અમેરિકાના 42માં ઉપરાષ્ટ્રપતિ હતા.
પ્રવાસીઓ જઈ શકે કે નહીં?
આ ઘરને ક્વીન એલી શૈલીમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે. ગોળ ગુંબજવાળા રૂમ તેની વિશેષતા છે. આ ત્રણ માળનું મકાન 12 એકરમાં ફેલાયેલું છે. લોકોના મનોરંજન માટે અહીં ઘણી જગ્યા છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમના 8 વર્ષના કાર્યકાળ દરમિયાન જૉર્જ એચ ડબલ્યુ બુશે 900 પાર્ટી કરી હતી. જોકે વ્હાઇ઼ટ હાઉસથી વિપરીત ઑબ્ઝર્વેટરી સર્કલમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ છે.