મનોરંજન

અમનની બાહોંમાં રાશા, ‘આઝાદ’નું રોમાન્ટિક પોસ્ટર થયું રિલીઝ

હાલમાં જ એક્ટર અજય દેવગન તેની રિલીઝ થયેલી ફિલ્મ સિંઘમ અગેનને લઇને ચર્ચામાં છે, ત્યાં તો હવે તેની બીજી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. જોકે, આ ફિલ્મમાં નેપો કિડ્સનું ડેબ્યુ છે.

અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન અને રવિના ટંડનની દીકરી રાશા થડાની આઝાદ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે અને લોકોને તે ઘણું પસંદ આવ્યું છે. આને લઇને ફિલ્મની ઉત્તેજના ઘણી વધી ગઇ છે. રાશા અને અમનને જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

જે ફિલ્મનું પોસ્ટર જ આટલી ઉત્કંઠા જગાવે એ ફિલ્મ કેટલી મજેદાર હશે એ તમે સમજી શકો છો. આ ફિલ્મમાં સુપરસ્ટાર અજય દેવગન પણ દમદાર ભૂમિકા ભજવે છે. પ્રતિભાશાળી ડાયના પેન્ટી પણ તેની સાથે છે.

અજય દેવગને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આઝાદનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં અમન દેવગન અને રાશા થડાની રોમાન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે.

આપણ વાંચો: અજય દેવગનનો રોગ લાગ્યો કોંગ્રેસના સાંસદને, જુઓ કર્યો જોખમી સ્ટંટ

રવિના ટંડનની દીકરી રાશા થડાની હવે બોલિવૂડની દુનિયામાં ધૂમ મચાવવા માટે તૈયાર છે, રાશા થડાની સાથે અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. દર્શકો બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે, ગઈકાલે ટીઝરમાં તેમની પ્રથમ ઝલક જોવા મળી હતી, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ટીઝર પછી હવે ફિલ્મ આઝાદનું નવું પોસ્ટર સામે આવ્યું છે, જે ખૂબ જ શાનદાર છે.

અમન દેવગન અને રાશા થડાનીની આ ફિલ્મમાં અજય દેવગન અને ડાયેના પેન્ટી ઉપરાંત મોહિત મલિક પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે. અભિષેક કપૂર, જેમણે નવા ચહેરાઓને તક આપી છે અને કાઈ પો છે, કેદારનાથ, રોક ઓન અને ચંદીગઢ કરે આશિકી જેવી આઇકોનિક ફિલ્મો આપી છે. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રૂપેરી પડદે આવશે. જોકે, ફિલ્મની રિલીઝની તારીખ હજી સુધી જાહેર કરવામાં નથી આવી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button