સ્પોર્ટસ

કોહલીને 37મા જન્મદિનની શુભેચ્છામાં યુવીએ કહ્યું, ‘દુનિયા તારી વાપસીની રાહ જુએ છે’

નવી દિલ્હી: વિરાટ કોહલીએ આજે જીવનના 36 વર્ષ પૂરા કરીને 37મા વર્ષમાં પ્રવેશ કર્યો અને એ નિમિત્તે તેને ભૂતપૂર્વ તથા વર્તમાન સાથી ક્રિકેટરો તેમ જ મિત્રો તરફથી સોશિયલ મીડિયા પર જન્મદિનની અનેક શુભેચ્છાઓ મળી છે.

ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝની 0-3ની કારમી હારને પગલે કિંગ કોહલી આ જન્મ દિવસ જાહેરમાં ઉજવવાનું પસંદ તો નહીં જ કરતો હોય, પરંતુ જૂના સાથી ખેલાડી યુવરાજ સિંહે હૃદયસ્પર્શી શુભેચ્છા આપી છે.

સિક્સર કિંગ યુવરાજ સિંહે શુભેચ્છામાં લખ્યું છે, ‘દુનિયા તારી મજબૂત વાપસીની રાહ જોઈ રહી છે. તેં અગાઉ આવી વાપસી કરી છે અને હવે પછી પણ કરીશ એની મને ખાતરી છે. ગૉડ બ્લેસ…લૉટ્સ ઑફ લવ.’

https://twitter.com/i/status/1853636981479071905

આપણ વાંચો: વિરાટ કોહલીને નચાવી રહ્યા છે સ્પિનર્સ

યુવીની આ પોસ્ટ બોર્ડર-ગાવસકર ટ્રોફી (બીજીટી) પહેલાં કોહલીનો ઉત્સાહ ખૂબ વધારી શકે એમ છે.
યુવીએ આ પોસ્ટની સાથે એક મિનિટ અને 13 સેક્ધડનો વીડિયો પણ શૅર કર્યો છે જેમાં કોહલીની અગાઉ કદી ન જોવા મળી હોય એવી તસવીરો પણ છે.

સુરેશ રૈનાએ કોહલીને આઇકૉનિક ક્રિકેટર અને પ્રેરણાત્મક વ્યક્તિ તરીકે ઓળખાવીને લખ્યું છે, ‘હૅપી બર્થડે…તારા જીવનનું નવું વર્ષ આનંદ અને સફળતાથી ભરપૂર રહે એવી શુભેચ્છા.’

એસ. બદરીનાથે મીડિયા પર લખ્યું છે, ‘ચીકુ તરીકે ઓળખાતા છોકરાથી માંડીને ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ (જીઓએટી) સુધીની તારી શાનદાર ક્રિકેટ-સફર…તારા દૃષ્ટિકોણ અને અભિગમે ક્રિકેટ રમવાની બાબતમાં ભારતીય ક્રિકેટમાં મોટું પરિવર્તન લાવી દીધું છે. હૅપી બર્થડે.’

કોહલી ડોમેસ્ટિક ક્રિકેટમાં ચરમસીમાએ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ માંડવાની તૈયારીમાં હતો ત્યારે પિતાના અવસાન છતાં તે જે રીતે દિલ્હી વતી રમ્યો અને એ ઇનિંગ્સ સદગત પિતાને અર્પણ કરી એની યાદ અપાવતો વીડિયો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ શૅર કર્યો છે.

https://twitter.com/i/status/1853652911646978451

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button