Rajkot નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઇ તડામાર તૈયારીઓ, 21 ઉમેદવારો મેદાનમાં
રાજકોટ : ગુજરાતમાં વિવાદોની વચ્ચે રાજકોટ (Rajkot) નાગરિક બેંકની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં 21 ડિરેકટરોની ચૂંટણી 17 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. જ્યારે 19 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે આ ચૂંટણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે વર્તમાન બોડીના 21 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે.
19મીએ નાગરિક બેન્કની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે
જેમાં જ્યોતીન્દ્ર મહેતા, જિમ્મી દક્ષિણી, નલિન વાસા સહિતની સહકાર પેનલના 21 ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. ગઈકાલે પૂર્વ ચેરમેન કલપક મણિયાર દ્વારા ચૂંટણીને લઈને સત્તાધીશો ઉપર આરોપ લગાવ્યા હતા. ક્લપક મણિયારે સોશિયલ મીડિયા ઉપર આરોપ લગાવ્યા છે.જોકે વિવાદ વચ્ચે જ્યોતિન્દ્ર મહેતા, જિમ્મી દક્ષિણી સહિત સહકાર પેનલના 21 ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે. 19મીએ નાગરિક બેન્કની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. 9 નવેમ્બરે ફોર્મ ચકાસણી, 11મીએ ફોર્મ પરત ખેંચાશે.
આ પણ વાંચો…..Winter 2024 : ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થશે, હવામાન વિભાગની આગાહી
શ્રેણીબદ્ધ લોન ખાતાઓના કૌભાંડો બહાર આવ્યા
ગુજરાતની 70 વર્ષ જૂની રાજકોટ નાગરિક સહકારી બેંકના તમામ 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં ઉમેદવારી ભરવાના છે. બેંકના ત્રણ લાખ સાડત્રીસ હજાર સભાસદોના એટલે કે મતદારોની યાદી ગયા સપ્તાહે જાહેર કરવામાં આવી છે. જયારે બેંકની મુંબઈની કાલબાદેવી બ્રાન્ચ તેમજ જૂનાગઢ બ્રાન્ચમાં શ્રેણીબદ્ધ લોન ખાતાઓના કૌભાંડો બહાર આવ્યા છે. તેમજ અન્ય બ્રાન્ચોમાં પણ કરોડોની લોનો અંગે આશંકા વ્યક્તમાં કરવામાં આવી છે.