હવે ખોવાયેલી વસ્તુ તમે શોધી શકશોઃ આવી ગયું છે……
સ્માર્ટફોનમાં બ્લૂટૂથ ખૂબ જ મહત્વપૂર્ણ ફીચર છે. ઈન્ટરનેટ વગર પણ બ્લૂટૂથ વડે ઘણા કાર્યો કરી શકાય છે. વપરાશકર્તાઓને બ્લૂટૂથનો ઉપયોગ કરવા માટે કોઈ પૈસા ચૂકવવાની જરૂર પડતી નથી. ઉપરાંત બ્લૂટૂથની મદદથી વપરાશકર્તાઓ તેમના સ્માર્ટફોનમાં એપ્સની મદદથી સ્માર્ટ ટીવી અને ACને પણ કંટ્રોલ કરી શકે છે. તેથી જ ઈયરબડ્સથી લઈને સ્માર્ટવોચ સુધી દરેકમાં બ્લૂટૂથનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે. આ બધા ઉપકરણો બ્લૂટૂથ દ્વારા જ તમારા મોબાઈલ સાથે જોડાયેલા રહે છે. ફોન, એપ્સ અને વાઇફાઇની જેમ બ્લૂટૂથ વર્ઝન પણ અપગ્રેડ થતા રહેતા હોય છે.
બ્લૂટૂથ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપ (SIG) દર વર્ષે બ્લૂટૂથનું નવું વર્ઝન લૉન્ચ કરે છે. તેમણે હવે બ્લૂટૂથનું લેટેસ્ટ વર્ઝન, બ્લૂટૂથ 6.0 લૉન્ચ કર્યું છે. ચાલો જાણીએ કે એમાં શું ખાસ છે.
બ્લૂટૂથ 6.0 તમને બહેતર કનેક્ટિવિટી આપે છે. તમારા ઉપકરણ (મોબાઇલ)ને અન્ય ઉપકરણો સાથે વધુ સારી રીતે કનેક્ટ કરી શકે છે, જેનાથી તમારા ઉપકરણ ઝડપથી કાર્ય કરશે અને બેટરીનો વપરાશ પણ ઓછો કરશે.
બ્લૂટૂથ 6.0 તેની સાથે જોડાયેલા સ્માર્ટફોન કે એસેસરીઝ ઓછા પાવરમાં પણ નેટવર્ક આપી શકે છે, જે ટ્રેકિંગ વધુ સરળ અને સચોટ બનાવે છે. તમને તમારી ખોવાયેલી વસ્તુઓ સરળતાથી મળી જશે. આને કારણે હોમ ઓટોમેશન પણ સરળ બનશે.
બ્લૂટૂથ 6.0 એનર્જી એફિશિયન્સી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે તમારા ઉપકરણની બેટરી લાઇફ વધારી શકે છે.
બ્લૂટૂથ 6.0 વી કોડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેને કારણે ડેટા ટ્રાન્સફર ઝડપથી થાય છે. આ ઉપરાંત તમારા ઉપકરણનું સોફ્ટવેર ઝડપથી અપડેટ થઇ શકે છે.
બ્લૂટૂથ 6.0 ડુપ્લિકેટ ડેટાને મોનિટર અને ફિલ્ટર પણ કરી શકે છે. ઇયરબડ્સ, ફિટનેસ ટ્રેકર્સ જેવા ઉપકરણોના ફર્મવેરને અપગ્રેડ કરતી વખતે આ મદદરૂપ સાબિત થઈ શકે છે.
Also Read – WhatsApp લાખો યુઝર્સ માટે લાવ્યું શાનદાર ફીચર, ચેટિંગ બનશે વધુ સરળ
હાલના સ્માર્ટ ફોન તો બ્લૂટૂથ 6.0ને મર્યાદિત્ત સપોર્ટ કરે છે, પણ આવનારા વર્ષમાં નવા સ્માર્ટફોન બ્લૂટૂથ 6.0ને સપોર્ટ કરે તેવી અપેક્ષા છે. બ્લૂટૂથ 6.0 સપોર્ટ નવા લોન્ચ થયેલા ઇયરબડ્સ, સ્માર્ટવોચ અને અન્ય ઉપકરણોમાં પણ મળી શકે છે.