આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: રાત થોડીને વેશ ઝાઝા, બળવાખોરોને મનાવવા કાલે Last Day…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Assembly Election)ના મહાજંગમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી પાર્ટીના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, પરંતુ આ જ ગઠબંધનના બળવાખોર ઉમેદવારોએ પાર્ટીના નેતાઓના નાકમાં દમ લાવી દીછો છે. સામે પક્ષે બળવાખોર ઉમેદવારોને મનાવવા માટે રાજકીય પક્ષોમાં આજ સુધી કવાયત ચાલી રહી છે. આવતીકાલે ઉમેદવારો પોતાની ઉમેદવારી (નામાંકન) પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે આ સંજોગોમાં બળવાખોર ઉમેદવારોને મનાવવા માટે રાજકીય પક્ષો પાસે આજની રાત અને આવતીકાલનો દિવસ રહેશે.

આ પણ વાંચો: Assembly Election: ‘મહાયુતિ’માં કોઈ તિરાડ નહીંઃ કેન્દ્રીય પ્રધાને આપ્યું નિવેદન…

મહાયુતિ (શિવસેના, ભાજપ અને એનસીપી)ના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક મુંબઈમાં મુખ્ય પ્રધાન (એકનાથ શિંદે)ના નિવાસસ્થાન વર્ષા બંગલે યોજાઈ હતી. ભાજપના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ વર્ષા બંગલે પહોંચ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બળવાખોર ઉમેદવારોને કઈ રીતે મનાવવા અને ઉમેદવારીપત્રો પરત ખેંચવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ભાજપમાં બળવાખોરોને મનાવવાના પ્રયાસો તેજ, દેવેન્દ્ર ફડણવીસ અને ગોપાલ શેટ્ટીની બેઠકમાં શું થયું?

સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે છેલ્લી વખત પાર્ટી લાઇનને ધ્યાનમાં લીધા વિના ચૂંટણીમાં ઉતરેલા ઉમેદવારોને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો તેઓ સંમત થાય તો ઠીક અન્યથા તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આવા કેટલાક ઉમેદવારોને આજે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને પણ બોલાવવામાં આવ્યા છે.

બળવાખોરોને મનાવવાના પ્રયાસ ચાલુ
ભાજપ અને શિંદે જૂથના ૨૦ જેટલા ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે અને તેમના પર નામ પાછા ખેંચવાનું દબાણ છે. જો મહાયુતિની વાત કરીએ તો આવા ૩૫ જેટલા નેતાઓ બળવાખોર વલણ લઈને મેદાનમાં ઉતર્યા છે. હવે યુતિના ચૂંટણી પ્રભારી બળવાખોરોને મનાવવાનો રસ્તો શોધી રહ્યા છે. જો તેમના ઉમેદવારીપત્રો સમયસર પરત નહીં ખેંચાય તો મહાયુતિને ચૂંટણીમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી, મહાયુતિનાં નેતાઓના પ્રયાસો શક્ય તેટલા બળવાખોર નેતાઓને સમયસર મનાવવાના છે.

માહિમની સીટ સૌથી વધુ રસપ્રદ
મહાયુતિમાં સૌથી મોટી સમસ્યા માહિમ બેઠકને લઈને છે. આ તે બેઠક છે જ્યાંથી મનસે પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે ચૂંટણી લડી રહ્યા છે. તે જ સમયે, સદા સરવણકર શિંદે જૂથની શિવસેના વતી ચૂંટણી લડી રહ્યા છે. અહીંની સીટ પર મુખ્ય ટક્કર અમિત ઠાકરે અને સદા સરવણકર વચ્ચે જોવા મળી શકે છે. એવી ચર્ચા છે કે સદા સરવણકર પર તેમનું નામાંકન પાછું ખેંચી લેવા દબાણ કર્યું છે, પરંતુ અત્યારે તેઓ તે સ્વીકારવા તૈયાર નથી. સદા સરવણકર હજુ પણ મક્કમ છે કે તેઓ પોતાનું નામાંકન પાછું ખેંચશે નહીં.

મોટા રાજ્યમાં બળવાખોરોની ઓછી અસર થાય
ચૂંટણીમાં બળવો કેટલી મોટી સમસ્યા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શિંદે જૂથની શિવસેના સામે ભાજપના ૯ બળવાખોરો મેદાનમાં છે. આ સાથે જ શિંદે જૂથના ૯ બળવાખોરોએ ભાજપના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી કરીને બળવાખોર વલણ અપનાવ્યું છે. એનસીપીની વાત કરીએ તો શિવસેના શિંદે જૂથના ૭ નેતાઓએ તેમની સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જોકે, રાજકીય પક્ષોનું માનવું છે કે ૨૮૮ વિધાનસભા સીટ પર બળવાખોરોની બહુ અસર નથી, નાના રાજ્યોમાં તે વધુ અસર કરે છે પણ મોટા રાજ્યમાં ઓછી શક્યતા રહે છે.

પણ બળવાખોરોની તાકાતથી પક્ષો ચિંતામાં
રાજકીય પક્ષો બળવાખોરોની તાકાતથી વાકેફ છે, તેથી તેઓ સમય પહેલા મોટા ભાગનાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાંના કેટલાકને એમએલસી સીટો ઓફર કરવામાં આવે તેવી પણ શક્યતા છે. જો બળવાખોરો સમયસર માની જાય તો ઠીક છે, પરંતુ જો તેઓ સહમત ન થાય તો રાજકીય પક્ષોના સત્તાવાર ઉમેદવારોને જ પરિણામ ભોગવવા પડશે અને ચૂંટણી પરિણામો પર પણ અસર પડી શકે છે. ખાસ કરીને વિરોધ પક્ષોને આનો ફાયદો થઈ શકે છે.
મહાયુતિમાં કેટલી બેઠકો પર માથાકૂટ?

  • ભાજપના અમોલ શિંદે પચોરા સીટ પરથી બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
  • અતુલ શાહે બળવાખોર વલણ અપનાવ્યું છે અને મુંબા દેવી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.
  • ભાજપ નેતા વિજયરાજ શિંદે બુલઢાણા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે.
  • ભાજપ નેતા પ્રકાશ ગવઈએ મહેકર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
  • ઓવળા માજીવાડાથી ભાજપના ડેપ્યુટી મેયર રહેલા હસમુખ ગેહલોત બળવો કરીને મેદાનમાં ઉતર્યા છે.
  • ભાજપ નેતા સુનીલ શિંદેએ બળવો કરીને પૈઠાણ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
  • ભાજપ નેતા ભાસ્કર દાનવે પણ બળવાખોર વલણ અપનાવીને જાલનાયા બેઠક પર મેદાનમાં ઉતર્યા છે.
  • ભાજપના સુનિલ મીરકરે બળવો કરીને સિલ્લોડ સીટ પરથી ઝુકાવ્યું છે.
  • સાવંતવાડી બેઠક પર ભાજપના વિશાલ પારબાએ બળવો કર્યો છે.
  • ઘનસાવંગી બેઠક પર ભાજપના સતીશ ઘાટગેએ બળવાખોરી કરીને મહાયુતિ માટે મુશ્કેલી ઊભી કરી છે.
  • ભાજપના કિરણ ઠાકરે કર્જત બેઠક પરથી અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker